________________ પ્રત્યક્ષ સદ્દગુરુ યંગ 187 ન થાય તે અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. પોતાના જ પ્રયત્નોથી સ્વછંદને રોકવાનો પ્રયાસ થાય તે તે દૂર તે ન થાય પણ વધે. કેટલાક માણસે સાધુ-સંતોનાં ચરણમાં જઈ તેઓની સેવા-સુશ્રષા કે શાતા ઉપજાવવામાં પિતાની નાનમ માને છે. તેમને અહમ ત્યાં ઘવાય છે. એવા માણસે ધર્મ અને ધર્મનાં ત પર શ્રદ્ધા રાખતા હોય, સવાંચન કરતા હોય, વિચારતા હોય, તો સમજતા પણ હોય પણ પણ કઈ સપુરુષના ચરણ- શરણનું સાનિધ્ય પામવા જેટલી નમ્રતા તેનામાં ન હોય. એટલે તે એવું માને કે આપણે ઘરમાં બેઠાં પણ ધર્મ કરી શકીએ છીએ અને આપણા દોષને જાણીને દૂર કરી શકીએ છીએ. આપણે કઈ સંતેના શરણની આવશ્યક્તા નથી. કેટલે ભયંકર અહમ્ ! બધું જ કરતે હવા પછી પણ તેને અહેમ તે એવો ને એવો જ પડે છે. એ તે એક રતિ ભાર પણ એગળે નથી તો માગે કયાંથી ચડે ? આમાં સ્વછંદ જાય નહીં પણ અહમનું પિષણ થતું જાય એટલે અહમ્ વધે. જેનું પિષણ કરે તે વધે પણ ઘટે નહીં. શરીરમાં રોગ થાય અને આપણું શારીરિક પ્રતિકાર શક્તિ ન હોય તો એવી જાતની દવા લે છે કે કાં તે પ્રતિકાર શક્તિ વધે અને કોએ જર્સને નાશ થાય. શરીરના રોગ માટે આટલા જાગૃત છીએ. પણ આ તે મહારોગ છે. જે અનાદિથી આત્માને વળગે છે અને તેનું પિષણ જ કરીએ છીએ. અરે ! આપણે અહમ નું પેષણ કરીએ જ, પણ જ્યાં અહમ નું પિષણ થતું હોય એવા સ્થાને જવાનું જ પસંદ કરીએ ! કેવી છે આપણું મનવૃત્તિ ! અહમના કારણે જ મેટા મોટા મહાનુભાવે ભવમાં ભટકયા કરે છે. સંસારમાં દુઃખી થયા છે, એ અહમ ગાળવા જેવું છે કે પિષવા જેવો ? એ સમજી લઈને તેને દૂર કરવા પ્રયાસ કરીએ. એટલે જ શ્રીમદ્જીએ કહ્યું : સદ્ગુરુના શરણ સિવાય તારો ઉદ્ધાર નથી. એમના શરણ વિના સ્વછંદ ટળશે નહીં. માટે એમને શરણે