________________ પ્રત્યક્ષ સશુરૂ યોગ...! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માએને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ-જ્ઞાન, અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરવા માટે જીવે સગુરુનું શરણ લેવું આવશ્યક છે. સદ્ગુરુના શરણ વગર માર્ગ મળતો નથી. અત્યાર સુધી સદ્ગુરુનું શરણ મળ્યું નથી તેથી જ સ્વચ્છેદે વર્તતા આવ્યા છીએ, અને આપણી મતિ-કલ્પનાએ જ તેનો નિર્ણય કર્યો છે, ધર્મ, ધર્મનાં સાધન, ધર્મની આરાધના અને ધર્મનું ફળ, આ બધી જ બાબતોને આપણું બુદ્ધિએ જેવી રીતે સ્વીકારી છે તેમજ આપણે માનતા આવ્યા છીએ. એટલે જ જેમણે સો સાક્ષાત્કાર કર્યો છે એવા સપુરુષના શરણે જવાનું છે. શ્રીમદ્જી કહે છે પ્રત્યક્ષ સદ્દગુરુ યંગથી, સ્વછંદ તે રેકાય અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય...૧૬.... સ્વચ્છેદ ટાળવાની ઈચ્છા કયારે થાય ?....જ્યારે પોતે સમજે કે હું મારી બુદ્ધિથી વતી રહ્યો છું તે અગ્ય છે. આજ સુધી મારું દુઃખથી મુક્ત થવું છે એ નિશ્ચય જેના અંતરમાં થયું છે, તેને જ સ્વચ્છેદ કાંટાની જેમ ખૂંચે છે. અને તેના મુખેથી ઉદ્ગાર સરી પડે છે. આજ સુધી હું રહ્યો ગર્વમાં ને, માગી મદદ ન લગાર આપ બળે માગ જોઇને ચાલવા, હામ ભરી મૂઢ બાળ હવે માંગુ તુજ આધાર... પ્રેમળ જ્યોતિ... પણ આ લક્ષ્ય જાગે તે ને ? બહુધા જીવ પોતે જે કરે છે તે જ ઠીક છે એમ જ માનતે હય, એટલે સદ્દગુરુના યોગે સત્સંગ કરતો