________________ 15 રેકે જીવ સ્વછંદ તે એટલે મહોત્સવ પ્રસંગ. સંસારભાવમાં પુત્ર-જન્મ જેવી ખુશાલી બીજી કોઈ નહીં. સામાન્ય ગૃહસ્થીને ત્યાં પણ પુત્રને જન્મ આનંદ ઉત્સવ બની જાય તે રાજાએ તે વિધિવત્ મહોત્સવ મનાવવો જોઈએ. આ માટે પ્રતિહારીને કંઈ કહે ત્યાં તે– નગરજને આવી કહયું “રાજન ! મંગલ વધામણું ! પ્રથમ તીર્થંકર શ્રીષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું !" અને ભરત બેઠા હતા ત્યાંથી હર્ષાવેશમાં ઊભા થઈ ગયા, પ્રસન્નતાથી ઝૂમી ઉઠયા અહો ! ભરત ક્ષેત્રમાં તીર્થકર દેવની કેવળ પ્રભા પ્રકાશિત થઈ ઊઠી ! અને જવા પગ ઉપાડ્યો, ત્યાં તે મહામાત્ય કહે છે : “રાજન્ ! પહેલાં ચકરત્નની પૂજા કરે. એ સહુથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. પૂજા વિના એ ચક રહી શકે નહીં. બધાં જ કાર્યો પછી પહેલાં પૂજા” - ભરત વિચારે છે કયાં જાઉં ? શું કરૂ? પહેલાં પૂજા, પુત્ર-જન્મ મહત્સવ કે પ્રભુને કેવળ-મહોત્સવ ? ભરતે થોડી ક્ષણો વિચાર્યું કે મારે શું કરવું ? મહામાત્ય કહી રહયા છે રાજન! તમારે સૌથી પહેલાં ચકરત્નની પૂજા કરવી જોઈએ. અને પછી પુત્ર-જન્મ થયો છે તેના મહોત્સની ઘોષણે રાજ્યમાં કરી, તેની તૈયારી થવી જોઈએ-પરંતુ ભરતે વિચાર્યું કે આ બધાં ભૌતિક કાર્યો છે અને એ જીવે અનેક વાર કરી લીધાં, અને હજી યે થશે પણ પ્રભુના કેવળજ્ઞાનના મહોત્સવને આ મેકે ક્યારે મળે ? મારા પ્રભુ સર્વથા આત્મવિશુદ્ધિ કરીને કેવળજ્ઞાનથી આલેકિત થઈ ગયા છે, એમના ચરણની પૂજા પહેલાં થવી જોઈએ, અને બધું જ છેડીને કેઈન રેયા ન રોકાયા, એઓ ત્યાં પહોંચી ગયા. ભગવાન શ્રેષભદેવના ચરણોમાં મસ્તક નમાવ્યું, કેવળ મહોત્સવમાં ભાગ લીધો. બંધુઓ ! કહે ક્યાં જવું જોઈએ ? અહીં ધર્મસભામાં બેઠા છે એટલે કહેશે કે પ્રભુના કેવળ મહોત્સવમાં જવું જોઈએ. પણ તમારું મને શું કહેશે? પહેલાં તે ચક્રરત્નની પૂજા થવી જોઈએ કે જે ચક્રવતી જેવું પદ અપાવશે. અને પ્રભુને કેવળજ્ઞાન થયું તે હવે થોડું ચાલ્યું જવાનું છે ? અને સાથે કેવળ મહત્સવ મનાવવા તે આખું નગર જશે.