________________ 176 હું આત્મા છું અરે ! દેવ અને ઈદ્રો પણ આવશે. એક ભરત ન જાય તે શું બગડી જવાનું હતું ? તમારા જીવનમાં જ્યારે આ કોઈ પ્રસંગ આવે ત્યારે પણ એમ જ વિચારે છે ને ! તેમાં ય ખાસ ધર્મક્ષેત્રમાં જે કંઈ પ્રસંગ હોય તે તે એમ જ કહો. શું હું જ કરૂં બધું ? બીજા નથી કઈ ? એક હું નહીં કરું તો શું બગડી જવાનું છે ? બંધુઓ ! પેલી અકબર-બિરબલવાળી વાત જાણે છે કે તમે? હેજ દૂધથી ભરવાને હતે એના બદલે પાણીથી ભરી દીધો. સહુએ એ જ વિચાર કર્યો ને કે નગરનાં સર્વ પ્રજાજને તે દૂધને લેટે નાખશે તેમાં મારે એક પાણીને લેટ હશે તે શું વાંધો આવશે ? અને તેમાંય રાત્રિના અંધારાને લાભ મળી ગયો. અને હોજમાં એક ટીપું પણ દુધ ન નંખાયું ! વિચારે ! આ પ્રસંગને તે 500 વર્ષ વીતી ગયાં. પણ માનવની મનેવૃત્તિ તે આ જ રહી છે. બદલ્યા છે તમે ? હા, તમે કહે છે અમે તે Modern જ નહીં Ultra Modern થઈ ગયા. બહારનાં રહન-સહન, વેશભૂષા બદલ્યાં, પણ આંતરવૃત્તિઓ તે એની એ જ રહી. અરે ! વધુ સંકુચિત થઈ ગયા. કયાં સુધી વાત કરવી ? તમારે ધર્મ કાર્યો કરવા નથી અને કોઈને કરવા દેવા નથી. કેઈ વ્યક્તિને ધર્મની શ્રદ્ધા થઈ હોય, ભાવ-ભક્તિ જાગ્યાં હોય, સાધુ-સંત ગામમાં પધાર્યા હોય અને તેમના સત્સંગમાં વધુ રહે તે તરત તમારી આંખમાં આવી જાય. બેલવા માંડે, હો! બહુ ધર્મ કરવા માંડ્યા છે ? શું કરો છો સંત પાસે જઈને ? તમે તે આ દિવસ ઉપાશ્રયમાં જ રહે છે. કેવી છે આ વૃત્તિ ? કેવી આ દષ્ટિ? ક્યાં લઈ જશે એ ? આ બધી સાંસારિક વૃત્તિઓ જ છે, જે સ્વચ્છેદને છૂટવા નથી દેતી. બંધુઓ! ભરતને ભૌતિક્તા પર પ્રેમ ન હોતે પણ પ્રભુ પ્રત્યે પ્રેમ હતું. તે જેને સંસાર પર વધુ રાગ છે તેને સ્વચ્છેદ નથી ટળતે આપણી દશા એ જ છે ને ?