________________ કરી મતાંતર ત્યાજ 159 કરવા, આત્માને શલ્ય રહિત કરવા, અવતાએ ઇરિયાવહીને કાર્યોત્સર્ગ કર્યો, અને મેહનીય તથા જ્ઞાનાવરણીને ક્ષપશમ થતાં, 11 અંગનું જ્ઞાન થઈ ગયું. અંતર્ચક્ષુ ઉઘડી ગયાં. આ હતી, તેઓની ઉત્તમ પાત્રતા. આપણે તે ભારે કમી છીએ. આપણામાં જરા પણ પાત્રતા દેખાતી નથી. પૂર્વે કદાય સુગ મળે પણ હશે. પરંતુ આપણે હારી ગયા એ તકને !... હવે કયાં સુધી હારતા રહીશું ? કેટલા ભવ આમ જ કાઢીશું ? જે આપણામાં થોડી પણ બુદ્ધિ હોય, સમજણ હોય તો પાત્રતા પ્રગટ કરવાને પુરુષાર્થ કરી લઈએ. બીજું કાંઈ થાય કે ન થાય, પણ હું વીતરાગની આજ્ઞાને આરાધી શકું એવી પાત્રતા મારામાં પ્રગટે; એટલી ભાવના તે કેળવે. અંતઃકરણમાં એવી રુચિ અને રસ જગાવે કે આ ભવે અવધિ કે મન ૫ર્યવ જેવાં જ્ઞાન ન થાય, કેઈ લબ્ધિઓ ન પ્રગટે, અરે! ઉગ્ર તપશ્ચર્યાઓ ન કરી શકું, પણ એટલું તો જરૂર કરૂં, કે મારા આત્માને પાત્ર બનાવી લઉં. પાત્ર બનવા માટે બહુ સહન કરવું પડે, હું ! ખાણમાં પડેલી માટી, માટી રૂપે હોય ત્યારે તેને પાત્ર ન કહેવાય. માટી ઉપર કેટલું વીતે ત્યારે એ પાત્ર બને ! માટીના કયાંય ઢગલા નથી પડ્યા હતા. ખાણમાંથી ખોદવી પડે, એટલે સર્વ પ્રથમ તો ખાણમાંથી બહાર નીકળવામાં જ કેટલા પ્રહાર સહન કરવા પડે. આપણે ક્યાં પડ્યા છીએ ? અનંત-અનંત જ વિશ્વ રૂપ ખાણમાં પડ્યા છે. સાથે-સાથે ઈદ્રિના ભેગની આસક્તિમાં લપેટાયેલા છીએ. આપણું ઉપકારી સંતે, વચનના પ્રહાર વડે, ઉપદેશના પ્રહાર વડે તેમાંથી આપણને બહાર કાઢવા માંગે છે. તેઓના વચનોને લક્ષ્યમાં લઈ ભોગોની ખાણમાંથી બહાર નીકળીએ. ખાણમાંથી નીકળેલી માટીને ઘરે લઈ જઈ કુંભાર તેમાં પાણી નાખી પિંડ બનાવે અને પછી હંમેશાં એને ખૂદ એટલે સુંવાળી બને, ચીકણ બને. કાંકરા વગેરે નીકળી જાય અને ચાકડે ચડવા જેવી થાય.