________________ રેકે જીવ સ્વછંદ તે 171 સ્વછંદ એટલે શું ? સ્વ એટલે પોતે અને છંદ એટલે લત-વ્યસન. પોતાની લત-વ્યસન, પિતાને મત, પિતાની ટેવ, અર્થાત્ અંતરમાં રહેલું નિરર્થક માન, અહમ, ટૂંકમાં દરેક ક્ષેત્રમાં પોતાની માન્યતા મુજબ ચાલવું તે સ્વછંદ. અહીં કેઈ એમ કહે કે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રમાણે જ જીવી શકે ને ? જેની બુદ્ધિને વિકાસ જેટલે થયેલ હોય તે પ્રમાણે જ એ વિચારી શકે. ભણેલે હેય કે અભણ, પણ સહુનું બુદ્ધિનું ક્ષેત્ર પિતા સુધી જ સીમિત હોય. હા; એ તો ઠીક છે, પણ માણસ જ્યાં એમ કહેતો હોય કે મારી બુદ્ધિમાં ઉતરે એટલી જ વાત હું સ્વીકારૂં. પછી એ વાત કેઈની પણ કહેલી કેમ ન હોય ? એક સાધારણ માણસની વાત હોય પણ મારી બુદ્ધિને સમજાય તે માનું, કે કઈ જ્ઞાની પુરુષની કહેલી વાત હોય. પણ એ તત્વ મને ગળે ઉતરે તે જ હું સ્વીકારું ! પણ તેને પૂછીએ કે તારી બુદ્ધિની કેપેસીટી કેટલી? તેનું માપ તે કાઢયું છે? મોટા ભાગના માણસે એમ કહેતા હોય છે કે હું જે કંઈ કરું તે બહુ જ સમજી-વિચારીને કરું, પછી તે પિતાના પરિવારની વાત હોય કે સમાજની, પણ પ્રત્યેક વ્યકિત આમ કહેતી હોય છે. જે બધા જ સમજુ છે, વિચારક છે, તો આટલી અંધાધૂધી કેમ પ્રવતી રહી છે? કયાંક તે કેની ભૂલ હશે ને ? પણ અહમ કયાં એ ભૂલ કબૂલ કરવા દે તેમ છે ? જેમ વ્યવહારિક ક્ષેત્રમાં આમ ચાલતું હોય છે, એમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વછંદી જીવ આવું માનતા હોય છે. જિનેશ્વરે કહ્યું કે જડ અને ચેતન બને દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. છતાં જીવ એમ માને કે હું તે ઘણુ માટે ઘણું કરું છું, કરી શકું છું એટલું જ નહીં હું બધું જ જાણું છું. મને શું ન આવડે ? હું તે all rounder! આવું મિથ્યાભિમાન જ આધ્યાત્મિક માર્ગે જીવને સ્વચ્છેદ છે. તેને સ્વચ્છેદ તેને સત્ય તત્ત્વને ઓળખવા દે નહીં. જ્યાં હું, હું ને હું જ હોય ત્યાં જ્ઞાનીના કથન પર પણ વિશ્વાસ કયાંથી આવે ?