________________ કરી મતાંતર ત્યાજ 167 સંપ્રદાય બદલનાર આત્મલય ન પામી શકતે હોય, સૂતેલી શક્તિને ન જગાડી શક્તા હોય તો એને અર્થ શું છે ? ભાઈ! જિનેશ્વર પ્રભુએ તે તત્વને સમજી, આચરવાનું કહ્યું છે તારી જિજ્ઞાસા વૃત્તિ જે પ્રબળ હશે તો તું જ્યાં–જે સંપ્રદાયમાં છે ત્યાં રહીને પણ જાણું, સમજી, વિચારી, આચરી શકે છે. બસ, તારામાં પાત્રતા તૈયાર હશે તે બીજે ફાંફાં મારવા જવાની જરૂર નથી. તારી બુદ્ધિ–કલ્પનાએ માનેલ તત્વને ચકાસી લઈ, શાએ તથા સદ્ગુરુએ જે ત કહ્યાં છે, તેને નિત્ય વિચારવાં. હમેશાં પર્યટણ કરવું. આપણે ત્યાં શાસ્ત્રની ગાથાઓની સ્વાધ્યાય કરવાની પરંપરા છે. માત્ર જેન–પરંપરામાં જ નહીં, ભારતની અન્ય-પરંપરામાં પણ બાળક નાનો હેય ત્યારથી જ તેને શાસ્ત્રની ગાથાઓ કંઠસ્થ કરાવે, ભલે તે સમજતા ન હોય, સમજણ તે વયના વધવા સાથે વધશે, પણ ગાથા યાદ હોય અને તેને નિત્ય સ્વાધ્યાય થાય. તે પછી જ્યારે તેનું તત્ત્વ સમજવા માંડે, ત્યારે તેના પર ચિંતન થાય. એ ચિંતન આત્મા પર સંસકાર પાડે, જીવ પર જેમ બીજા અનેક સંસ્કાર પડ્યા છે તેમ આ સંસ્કારો પાડવા પણ જરૂરી છે. તેના માટે પહેલાં અભ્યાસ અને પછી અધ્યાસ કરનારા રોજ હજાર, બે હજાર, પાંચ હજાર ગાથાનો સ્વાધ્યાય કરે, તેના પર ચિંતન કરે અને એ રીતે અધ્યાસ ઉભો થાય જેમ દેહના અનાદિ સંબંધને કારણે તેનો અધ્યાસ પડી ગયું છે તેમ જ ધર્મશાસ્ત્રને સંબંધ રાખીએ તો તે અધ્યાસ પણ પડે. ઉંઘમાં પણ યાદ રહેતા દેહને અધ્યાસ તો ત્યાજ્ય છે પણ તત્ત્વનો અધ્યાસ આદરણીય છે. પિતાની ભ્રામક માન્યતાઓનો ત્યાગ કરી, સદ્ગુરુનાં બતાવેલ શાનું અવગાહન, જે નિરંતર કરતાં રહીએ તે આત્મલક્ષ જાગૃત રહ્યા કરશે. આ પછી જીવને આગળ શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે.