________________ 164 હું આત્મા છું કે સંપ્રદાય છે. તેને માનનારાઓ સહુ પિત–પિતાના મતને શ્રેષ્ઠ કહે છે. આપણે રોજ કહીએ કે અમારા ધર્મ જે બીજે કઈ ધર્મ નહીં. અરે! તમે જ કહો છો એમ નહીં, મુસલમાનને પૂછે, તે કહેશે, ઈસ્લામને માને તે પાક, બીજા નાપાક, બીજા કાફર ! એટલું જ નહિ માનવ બીજાના મત-પંથ પ્રત્યે ઘણા સેવતા હોય છે. પણ કેઈ તટસ્થ વ્યક્તિને નિર્ણય કરવા કહો કે કયે ધર્મ શ્રેષ્ઠ ? શું કહેશે એ? ધર્મની શ્રેષ્ઠતાનું સર્ટીફિકેટ આપતાં પહેલાં તેને પાળનાર ધમીના જીવનને જેવું પડશે. જે ધર્મ માનવના જીવનમાં સાત્વિક પરિ. વર્તન લાવે તે ધર્મ જ શ્રેષ્ઠ ! આપણે આપણું જીવનને કેઈની સામે કસોટીમાં મૂકી શકીએ છીએ? જે ના, તો પછી આપણને કો અધિકાર છે કે બીજા ધર્મોને ખોટા કહી આપણા ધર્મને સાચો કહીએ? આજે આપણે જે કુળમાં જન્મ્યા છીએ તે કુળને માન્ય ધર્મને શ્રેષ્ઠ માનીએ છીએ. પણ બીજા કુળમાં જન્મ્યા હતા તે કદાચ આ ધર્મ શ્રેષ્ઠ ન લાગત, તે તે ધર્મને શ્રેષ્ઠ કહેત ? ધર્મને મર્મ સમજ્યા વગર જ વાત કરતા હોઈએ છીએ. બીજી રીતે વિચાર કરીએ. ધર્મ કઈ પણ હોય તે સદા શ્રેષ્ઠ જ હોય. જે કનિષ્ઠ હોય તે ધર્મ નહીં. પણ આપણે જે ઉંચા-નીચાની કે શ્રેષ્ઠ કનિષ્ઠની વાત કરીએ છીએ તે સંપ્રદાય હોઈ શકે. પણ આપણે ધર્મ અને સંપ્રદાયના ભેદને ઓળખી નથી શક્યા ! સંપ્રદાયને જ ધર્મ માની લીધો છે પણ સંપ્રદાય એ ધર્મ નથી, એ માત્ર વ્યવસ્થા છે, અને તેમાં સારાં-બુરાં ત, આચાર-વિચાર હોઈ શકે. પરસ્પર ભિન્નતા હોઈ શકે, માન્યતા ભેદ હોઈ શકે. ભારતમાં અનેક ધર્મોના અનેક સંપ્રદાય છે. બધાની વાતે તે અહીં નથી કરવી, પણ જેન ધર્મના સંપ્રદાયે વિષે વિચારીએ. પ્રથમ દિગંબર અને વેતાંબર બે થયા. પછી દિગમ્બરમાં વીસપંથી, તેરાપંથી, તારણ પંથી વગેરે સંપ્રદાય ભેદ થયા. વેતાંબરમાં મૂર્તિપૂજક દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, સોનગઢ પંથ, શ્રીમદ્ રાજચંદ્રને પંથ આવા - ઘણા ઘણા સંપ્રદાયે ઊભા થયા. આ બધા જ ભેદે સંપ્રદાયના છે.