________________ 148 છું આત્મા છું તે જરૂર એના જેવા બની શકીએ છીએ. માટે જ ગુરુચરણની ઉપાસનાનો મહિમા ઠેર-ઠેર ગવાય છે. પરંતુ આ દુષમ કાળમાં નિત્ય સત્સંગ રહેતું નથી. દુષમ કાળને એક એ પણ અર્થ કરવામાં આવ્યું છે કે અહીં આરાધનાને સુગ સદા સાંપડતો નથી, નિત્ય સત્સંગ મળે નહીં તે એવા સમયે જીવે શું કરવું? તેને ઉકેલ શ્રીમદ્જી બતાવે છે. આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્દગુરુ વેગ નહિ, ત્યાં આધાર સુપાત્ર...૧૩.... પ્રત્યક્ષ સદ્ગુરુનો વેગ નથી, સત્સંગ થતું નથી, સબ્રેરણા મળતી નથી અને આત્મજાગૃતિને વિસરવી નથી. તે એવા સુપાત્ર જીવે શું કરવું ? ઉત્તર છે સદ્-વાંચન ! જે શાસ્ત્રોમાં આત્મા તથા આત્મા સિવાયનાં અન્ય દ્રવ્યના હેવાપણનું પ્રમાણ સહિત વિવેચન છે, તેવા શાસ્ત્રોને આધાર લે. સાથે-સાથે જે સત્ સાહિત્યમાં આત્મ-આરાધનાનું પ્રાયોગિક અને માર્મિક માર્ગદર્શન બતાવ્યું છે તે વાંચવા, સમજવા, વિચારવા અને તેમાંથી નીકળતા રહસ્યને પામવા પ્રયત્ન કર. આત્માદિ શબ્દથી આત્મા અને અનાત્મા એટલે જડ દ્રવ્ય, બનેને જાણવાં જરૂરી છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું जो जीवेऽवि वियाणइ, अजीवेऽवि वियाणइ / जीवाजीवे वियाणन्तो, सो हु नाही संजमं // જે જીવોને જાણે છે અને અજીને પણ જાણે છે તે, જીવ-અજીવને જાણનાર જ સંયમને જાણી શકે છે. સર્વ પ્રથમ જીવને જાણે. હું જીવ છું, હું આત્મા છું અને મારું સદૈવ અસ્તિત્વ છે. આત્માના અસ્તિત્વની સાથે-સાથે જડ દ્રવ્યોનું પણ અસ્તિત્વ છે. જૈન પરંપરામાં છ દ્રવ્યના અસ્તિત્વને સ્વીકારાયું છે. તેમાં જીવ દ્રવ્ય એક ચેતન, બાકીનાં પાંચ જડ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, .