________________ આત્માદિ અસ્તિત્વ 149 આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલ. આ પાંચે ય અજીવ છે. આમાં પ્રથમના બે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય શક્તિ રૂપ છે, જે નજરે દેખાતા નથી પણ જીવ–અજીવ બન્ને માટે ઉપયોગી છે. ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયક છે. આપણે ચાલીએ આપણું પગની શક્તિથી. તેમ છતાં ચાલવામાં જમીનને સહારે જરૂરી છે. પગ ગમે તેવા મજબૂત હોય, પણ જમીન વિના માત્ર હવામાં ચાલી શક્તા નથી. તેમ જમીન તથા પગની શક્તિ હવા પછી પણ ધર્માસ્તિકાયની અદશ્ય શક્તિને આધાર ન હોય, તે ચાલી શકીએ નહીં. કઈ પણ જીવ કે અજીવ એક સ્થાનથી બીજે સ્થાને ગતિ કરે છે. તેમાં આ શક્તિને સાથ હોય જ છે વિજ્ઞાને પણ આ શક્તિને સ્વીકારી છે. એ જ રીતે અધર્માસ્તિકાય એ પણ એક શક્તિ છે અને તે જીવ અજીવને સ્થિર રહેવામાં આધારભૂત છે. આપણે બેસીએ, સ્થિર ઊભા રહીએ, સૂઈએ આદિ જે સ્થિરતા છે, તેમાં આપણું શરીર અને સ્થાન આ બને સહકારી હોવાની સાથે, અધર્માસ્તિકાય પણ સહાયક છે. જીવઅજીવ બને દ્રવ્યને સ્થિરતામાં અધર્માસ્તિકાયનો આધાર છે. આ શક્તિ વિશ્વમાં ન હોત તો જીવ-અજીવ કેઈ કદી સ્થિર રહી શકત નહીં. આ બન્ને શક્તિએને આપણે જોઈ શક્તા નથી, તેમજ અન્ય રીતે પણ તેને અનુભવ કરી શક્તા નથી. પણ શ્રદ્ધાથી તેને સ્વીકાર કરવાને છે. સર્વજ્ઞ, સર્વદશી પરમાત્માના ભાખેલાં આ ત છે, તેથી તેમાં અશ્રદ્ધા આણવાનું કેઈ કારણ નથી. ત્રીજું દ્રવ્ય આકાશાસ્તિકાય. આકાશ– અવકાશ-space- ખાલી જગ્યા. આકાશ શબ્દ સાંભળતાં આપણી દષ્ટિ ઉપર જાય છે. ઉપર આંગળી ચીંધી આકાશ બતાવીએ છીએ. પણ એ શું છે? ખાલી જગ્યા. અનંત આકાશ છે. લેકમાં પણ આકાશ છે અને અલેકમાં તે માત્ર આકાશ જ છે, તે સિવાય બીજું કશું નહીં. આકાશનું કામ છે જીવ–અજીવને જગ્યા આપવાનું. એ પછી ચેથું દ્રવ્ય કાળ. કાળ એ શું છે? કઈ પણ શક્તિથી પકડમાં ન આવતું માત્ર પરિણમનશીલ દ્રવ્ય તે કાળ. સમયની ગતિ સાથે તે વ્યતીત થતું રહે. સમય ચાલ્યા જાય છે એમ કહીએ છીએ. પણ