________________ 156 હું આત્મા છું આત્મ-સ્વરૂપની અનુભૂતિ ને અનુભૂતિ પછી તે ભાવમાં જ સ્થિરતા. આમ સબળ સંવર થતાં થકનાં થેક કર્મો ધોધબંધ કરવા જ નહીં પણ વહેવા માંડે, આત્મા સાથે રહી શકે નહીં. રહેવું તેને અસહ્ય થઈ પડે, તે સકામ નિર્જરા, જ્યાં આશ્રવ રેકાઈને સંવર થાય છે. આ સંવર અને નિર્જરા એ બે જ મોક્ષના ઉપાય છે. પ્રથમ સંવર, પછી નિર્જરા અને પરિણામે મેક્ષ. છેલ્લું તત્વ તે મેક્ષ. મેક્ષ વિષે શું સમજાવવું ? જ્યાં બંધ છે ત્યાં મેક્ષ છે. જીવ બંધાય છે માટે તેને મેક્ષ છે. સર્વ પ્રકારે, સર્વથા, સર્વ કર્મોથી છૂટી જવું તે મેક્ષ શ્રીમદ્જીના શબ્દોમાં એક પરમાણુ માત્રની ના મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડેલ સ્વરુ૫ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરૂ લઘુ, અમૂર્ત સહજ પદ રૂપ જે અપૂર્વ... બસ, આવા સ્વરૂપની પ્રાપ્તિ એ જ એક્ષ. આમ ષડુ દ્રવ્ય, નવ તને યથાર્થ રૂપે જાણી, વિચારી, સમજીને હેય, ય, ઉપાદેયને વિવેક કરે જરૂરી છે. પ્રત્યક્ષ સત્સંગ ન હોય, સદ્ગુરુને પેગ ન હોય ત્યારે આવા વૈરાગ્ય–પ્રધાન તથા આત્માનુભૂતિ પ્રેરક શાસ્ત્રના આધારે સુપાત્ર જીવ સાધના કરી શકે છે. આવાં શાસ્ત્રની સ્વાધ્યાય કરવાની પદ્ધતિ શું છે તે આગળ કહેવાશે.