________________ આત્માદિ આત્માદિ 155. જીવને આવવું જરૂરી છે. આ ભાવે આવ્યા કે જીવની વિશુદ્ધિ વધતી જશે અને અંતે સિદ્ધિ. શુભાશુભ ભાવથી આવેલાં કર્મોનું આત્મા સાથે બંધાવું તે બંધ. વાસ્તવિકતાએ તે જીવ ચેતન અને કર્મ જડ. એટલે બનેનું બંધાવું થતું નથી. પણ કમ સહિત જીવ જ કર્મ ખેંચે છે એટલે કર્મ સાથે કર્મ બંધાય અને જીવની શક્તિ પર પડદાની માફક આવરણ કરી દે. જીવમાં એ શક્તિ છે કે તે આવરણને તેડીને બહાર આવે. જીવ જે રાગાદિ ભાવે ન કરે અને નિજ સ્વરૂપમાં રહે, પિતાના જ્ઞાનાદિ સ્વભાવમાં જ પરિણમે તે કર્મોની તાકાત નથી કે આત્મા પર આવીને લાગે પણ વિભાવમાં પરિણમતે જીવ જ કમને ખેંચે છે અને જાણે પિતે કર્મરૂપ થઈ ગયું હોય તેમ વર્તે જાય છે. આવી વર્તનને કારણે જ જીવ અને કર્મને બંધ માનવામાં આવ્યું છે અને તેને ક્ષીર–નીર, લેહપિંડ અગ્નિની ઉપમા આપી સમજાવે છે. દૂધ અને પાણી એક થઈ જાય તેમ આત્મા અને કર્મ એક થઈ ગયાં છે. પણ પ્રગથી તે અલગ થઈ શકે છે. લોઢાના ગળામાં પ્રવેશેલ અગ્નિ પણ પાણીમાં નાખવાથી અલગ થઈ જાય છે અને જીવ કમથી મુક્ત થઈ જાય છે. આ છે જીવનું જમા પાસુ. નિર્જરા તવ એ જૈન પરંપરાની આગવી વિશેષતા છે. ભારતના આસ્તિકવાદી દર્શને આત્મા અને પરમાત્માને સ્વીકાર કર્યા પછી પણ ક્યાંય નિર્જરા તત્વને સમજાવી શકયાં નથી. અર્થાત્ નિર્જરા તેઓની માન્યતામાં જ નથી. નિર્જરા એટલે ઝરવું. ઝરવા છતાં શેષ રહે છે તે આંશિક નિર્જરા અને ઝરીને અશેષ થઈ જાય તે સર્વાશે નિર્જરા. આત્મા પર કર્મો છે. ઉદયમાં આવે તેમ ભગવાઈને ઝરી જાય. પરાધીનપણે દુઃખ સહેતાં ઝરી જાય. સમજણ વગર કરેલ તપ-ત્યાગ આદિથી ઝરી જાય એ બધી જ અકામ નિર્જરા કે જેમાં સંવર નથી થતું અને આત્મા છું “શુદ્ધ, નિરંજન એક પણ પરમાણુની વર્ગણ રહિત આત્મા છું' આવી દઢ પ્રતીતિ થતાં,