________________ 154 હું આત્મા છું પાંચ ધારાએ આવતા આશ્રવનું નામ છે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યેગ. મિથ્યાત્વ ધારાને રોકનાર છે સમ્યગદર્શન, જે ભાવ ચોથે ગુણસ્થાને પ્રગટે છે અથવા કહો એ ભાવ પ્રગટતાં જીવ થે ગુણસ્થાને આવે છે, જ્યાં આવ્યા પછી મિથ્યાત્વથી બંધાતાં કર્મો રોકાઈ જાય છે. અવતને રોકવા માટે વિરતિ ભાવ, દેશવિરતિ એટલે શ્રાવકનાં વ્રત અને સર્વવિરતિ એટલે સાધુનાં વતે. આ વ્રત–ભાવે પાંચમા-છઠ્ઠા ગુણ સ્થાનનાં પરિણામે જગાડે, જેથી અવિરતિ ભાવથી બંધાતાં કર્મો અટકી જાય છે. પાંચ પ્રમાદમાં પડેલે જીવ વિરતિ ભાવ આવ્યા પછી પણ કર્મો બાંધતે હોય તે ધારાને, અપ્રમત્ત દશા એટલે કે આત્મસ્વરૂપની રમણતાની દિશામાં સ્થિરતા આવે, એટલે અટકાવી શકાય છે. સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવનું છે. ત્યાં પહોંચ્યા પછી પ્રમાદજન્ય કર્મો બંધાતાં નથી. - ક્રોધાદિ કષાયના ભાવે બંધાતાં કમેને રેકવા સર્વથા અકષાયી થવું આવશ્યક છે. કષા ગયા કે જીવ બારમા ગુણસ્થાનની સ્થિતિમાં વર્તતે હોય, અને પછી તે કર્મબંધ નામ માત્રને જ રહે. છેલ્લે આશ્રવ યેગને. બારમા ગુણસ્થાને કેવળજ્ઞાન પામ્યા પછી પણ મન, વચન, કાયાના વેગને કારણે સૂક્ષ્મ આશ્રવ છે, જેની માત્ર બે સમયની જ સ્થિતિ છે. पढमसमए बद्धं, बिइयसमए वेइयं, तइयसमए निजिजण्णं, तं बद्ध पुढे उदीरियं वेइयं निजिण्ण सेयाले य अकम्म यावि भवइ // પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે. આવી રીતે બદ્ધ, સ્પર્શ, ઉદય અને વેદિત થઈને ક્ષય થયા પછી નિષ્કામી થઈ જાય છે. અને જ્યારે વેગનું નિરૂંધન થઈ અગી અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે તરત જ જીવને મોક્ષ થઈ જાય છે. આમ પાંચ પ્રકારના આશ્રવ રોકવા માટે, પાંચ પ્રકારના સંવર ભાવમાં