________________ આત્માદિ અસ્તિત્વ 153 શાસ્ત્રકાર ભગવંતોએ આશ્રવને સરલ દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. જેમ એક તળાવ, જેનું પાણી ઉપગમાં લેવાતું હોવા છતાં તે હંમેશાં ભરેલું જ દેખાય છે. કારણ એ છે કે તળાવના તળિયે એકાદ બે સરવાણું છે, જેમાંથી નિરંતર પાણું આવ્યા જ કરે છે. તે જ રીતે આત્મા રૂપ તળાવને વિષે, ઇંદ્રિય-મન રૂપ સરવાણી દ્વારા કર્મો આવ્યા જ કરે છે. તેથી આ આત્મા અનાદિથી કર્મોના ફળ ભેગવતો આવ્યા છતાં હજુ કર્મ રહિત થયે નથી. જીવે અનંત ભૂતકાળમાં જેટલાં કર્મો ભેગાં તે બધાં ઉદયમાં આવી ફળ આપીને ખરી ગયાં, આત્માથી અલગ થઈ ગયાં. જે કર્મોને કઈ હિસાબ નથી. છતાં આજ સુધી આ જીવ હળુકમી થયે નહીં, કારણ જેમ કર્મ ભેગવવાને કમ સમયે-સમયે ચાલુ છે તેમ કર્મ બાંધવાને કમ પણ ચાલુ જ છે. તળાવમાં તે એક કે બે ધારા આવતી હશે પણ અહીં તે પાંચપાંચ ધારાઓ પ્રતિ સમય એક–એક બુંદ લઈને વહી રહી છે. પર્વતમાંથી એક - એક બુંદ રૂપ ટપકતું પાણી ઝરણું રૂપે નીચે આવે અને આગળ જતાં મોટી નદીનું રૂપ ધારણ કરી લે–જેમાં લાખો ટન પાણી વહેતું હોય. બંધુઓ ! પૂછી જુઓ આ આત્માને ? સમય-પ્રતિસમય કેટ-કેટલા શુભ-અશુભ ભાવે એ કરે છે? અને એ ભાવે આ પાંચ ધારામાં વહે. ચાઈને કેટલાં કર્મો બાંધે છે? શું કરવું ? બસ, કંઈ નહીં, ધારાને રેકી દે! કેમ રેવી? આ તે કોઈ દ્રવ્ય નથી કે તેને સિમેન્ટની દિવાલથી રેકી લઈએ. તળાવને ખાલી કરવું હોય તે. નીચેની સરવાણું આવતી અટકાવી દો, અને પછી કાં તે તળાવ ઉલેચી નાખો અને ન ઉલેચે તે સૂર્યના તાપથી સૂકાવા દે. અરે ! પાણીને ઉપગ કરી નાખે તે તળાવ સૂકાઈ જશે. બસ, એ જ રીતે પુણ્ય-પાપ રૂપ જે આશ્રવ આત્મા પર આવી રહ્યો છે, તે ભાવે વડે આવે છે. તેથી તેને રોકવા માટે પણ એવા જ ભાવ જોઈશે. અરે! એથી વધુ પ્રબળ ભાવે જોઈશે. એ ભાવેનું નામ છે સંવર.