________________ આત્માદિ અસ્તિત્વ 147 દશની જીવ ઉદયમાં આવેલા કર્મોને, પોતે કરેલાં છે ને આવ્યાં છે એમ સમજીને, હસતાં હસતાં તેનું સ્વાગત કરે, પણ દુઃખ ન ધરે. અને તેથી નરકની તીવ્ર વેદના ભેગવતાં પણ સમતાને કારણે નવા કર્મને બંધ બહ ઓછો થાય. વિચારે તે ખરા! મોટા ભાગના માણસને જ્યારે ચારે બાજુથી દુઃખ ઘેરી વળે, શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક, સામાજિકઆવાં બધાં જ દુઃખો એક સાથે આવે ત્યારે તેઓ કહેતા હોય છે કે મારા જે દુઃખી કેઈ નહીં હોય. મને જેવાં દુઃખે પડયાં છે તેવાં જગતમાં કોઈને ય નહીં પડ્યાં હોય. પણ ત્યારે એમ કેમ નથી કહેતા કે મેં પૂવે જેવા કર્મો કર્યા છે, અન્યને દુઃખ આપ્યાં છે, પાપ સેવ્યાં છે, તેવાં કેઈએ નહી કર્યા હોય ! જે આમ સમજતો થાય, તેની દૃષ્ટિ બદલાઈ જાય તો તેને દુઃખ, દુઃખરૂપ ન લાગે અને અન્યને દેષ પણ ન દેખાય અને એ એમ વિચારે કે સારું, જેટલાં કર્મો ઉદયમાં આવે તે ખરવા માટે જ છે, માટે ભલે આવે. એટલાંને ક્ષય થઈ જશે તે મારે ભવિષ્યમાં નહીં ભેગવવાં પડે. બંધુઓ ! આમ દષ્ટિ બદલવાની જરૂર છે. જીવનની પલપલની પ્રવૃત્તિઓને, સગોને, અનુકુળતા અને પ્રતિકૂળતાને જે રીતે મૂલવવા ટેવાયેલા છીએ, તે બદલી નાખીએ. આખર દૃષ્ટિનું બદલાવું તે જ છે સમ્યગદર્શન, જેના કારણે અનુકૂળ અને પ્રતિકૂળ બને પરિસ્થિતિઓને પચાવવાની ક્ષમતા જીવમાં જાગે છે. મહારાજા શ્રેણિક નરકમાં હોય, છતાં સમ્યગદર્શન સાથે લઈને ગયા છે એટલે પૂવે કરેલાં પાપને હિસાબ ત્યાં ચૂકતે કરી દેશે અને હવે નવા ચોપડા પાપના નહી લખાય, અને પછી તેઓ આયુષ્ય પૂરું કરી આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર રૂપે જન્મ લેશે. અહીં એ જ કહેવાનું છે કે, સત્સંગ આત્માના ઉત્થાન માટે કેટલું પ્રબળ સાધન છે! યર્થાથ રીતે લેવાયેલા ગુરુચરણ, ક્યાં પહોંચાડી દે. જેના ચરણે જઈએ તેના જેવા થઈએ. આપણુમાં પાત્રતા પડી હોય