________________ સદ્ગુરુના ઉપદેશ વણ 137 કબીરે પ્રભુના અનંત મહિમાને અવક્તવ્ય બતાવતાં કહ્યું છે– સબ ધરતી કાગજ કરું, લેખની કરું વનરાય સાત સમુદ્ર મસિ કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય. આમ વાણી દ્વારા અકથનીય જિન-સ્વરૂપને સમજવા અહીં આપણે પ્રયાસ કર્યો. આવા ઉત્તમ સ્વરૂપને સદ્ગુરુ વિના કેણ સમજાવે? માટે જ સદૂગુરુને મહિમા અનંત કહ્યો છે. અને જ્યાં સુધી જિન સ્વરૂપ જાણીએ નહીં ત્યાં સુધી તેને પામવાને પુરુષાર્થ પણ કેમ ઉપડે? હવે અહિંતના મુખ્ય ચાર અતિશનું વર્ણન સમયના અભાવે આજે થઈ શક્યું નથી જે જાણવા જેવું છે, તે અવસરે કહેવાશે.