________________ 140 હું આત્મા છું થઈને નિજાનુભૂતિમાં નિરંતર રમણ કરાવી રહી છે. આ જ્ઞાનને કદી અંત થતું નથી, કારણ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય પછી જ આવિર્ભત થયેલું છે. હવે એક પણ આવરણ જ્ઞાન આડે રહ્યું નથી. તેથી આ ય લેક અને અલેક પ્રભુને હસ્તાકમલકવતું સ્પષ્ટ થઈ ગયો છે. આવું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય કેઈને ય સંભવી શકતું નથી. કારણ મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન લાપશમિક સ્વભાવવાળાં છે, જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવી છે. આ જ છે સર્વ જ્ઞાનીઓ કરતાં અરિહંત પ્રભુની વિશેષતા. તેથી જ આ જ્ઞાનાતિશય કહેવાયે. (2) અપાયાપગમાતિશય-જેના અપાય એટલે દે; અપગમ એટલે નાશ પામી ગયા છે, તે અપાયાપગમ. અરિહંત પ્રભુ સર્વ દોષથી રહિત છે. સર્વ સામાન્ય જીવેમાં જે કારણથી દોષનું હોવાપણું છે તે કારણને જ તેઓએ નાશ કર્યો છે. જીવના મોટામાં મોટા બે દોષ છે. રાગ અને . આ બન્નેની પાછળ જ અન્ય દોષ ઊભા થાય છે. આઠ કર્મ કહે કે અઢાર પાપ કહો, એ બધાં, જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જ છે. અને રાગષ પણ ત્યાં જ છે, જ્યાં મોહ છે. મેહનીય કર્મના ઉદયે કરીને જ જીવમાં સર્વ પાપ અને દોષ દેખાય છે. પણ અરિહંત દેવે મેહનીય કર્મને સર્વથા ક્ષય કરી વીતરાગતા પ્રાપ્ત કરી છે. વીતરાગતા આવ્યા સિવાય, સર્વથા દોષ રહિત થવાતું નથી. જ્યાં સુધી મેહનીય કમને થોડો અંશ પણ બાકી છે, ત્યાં સુધી સર્વ વિશુદ્ધિ હેતી નથી. જેટલે અંશે મોહનીય, એટલે અંશે રાગ-દ્વેષ અને એટલે અંશે દોષ. ગુણસ્થાનના કામમાં સાધક જેમ-જેમ આગળ વધતો જાય, તેમ-તેમ તેની દષ-વિશુદ્ધિ થતી જાય. પણ સર્વથા શુદ્ધ તે અરિહંત અવસ્થાએ પહોંચે ત્યારે જ થાય. માટે જ પ્રભુની સર્વ દોષ રહિતની અવસ્થાને અપાયાપરામ અતિશય કહ્યો. (3) વચનાતિશય- તેઓ વાણીના ઈશ હોય છે. સામાન્ય માનવ કરતાં તેઓની વાણી અલગ પડે છે. કારણ એ છે કે તેઓએ સંપૂર્ણ સને સાક્ષાત્કાર કર્યો છે અને પ્રત્યેક પલે તેમાં તેઓ રમમાણ છે એટલે તેઓના મુખકમલથી નીકળતી વાણું સને સ્પશીને નીકળે છે.