________________ સમયે જિન સ્વરૂપ 139 સદ્દગુરુના ઉપદેશ વિના, જિનદેવનું રૂપ સમજાય નહીં. તેમના સ્વરૂપ વિષે ગઈ કાલે આપણે થોડું વિચાર્યું. તેઓની આત્મિક દશા કેવી હોય. તે જાણ્યું. હવે અરિહંત પરમાત્મામાં અન્ય કેવળીઓ કરતાં જે વિશેષતા છે તે જોઈએ. તે વિશેષતાઓને આપણું પારિભાષિક શબ્દોમાં “અતિશય કહીએ છીએ. તીર્થંકર પ્રભુને 34 અતિશયે હેય છે, તેમાંના મૂળ ચાર અતિશ, જેમાં બે ક્ષાયિક ભાવના કારણે હોય અને બે પ્રબળ પુણ્યદયના કારણે હેય તેનું વિવેચન અહીં કરવું છે. વાદી દેવસૂરીએ પ્રમાણુનયતત્ત્વાકાલંકાર' નામના ગ્રન્થનું મંગલાચરણ કરતાં, આ ચાર અતિશયેનો ઉલ્લેખ કર્યો છે - रागद्वेषविजेतार, ज्ञातार विश्ववस्तुनः / ર પૂજ્ય નિરાશે, તીર્થ સ્મૃતિમાને છે જેઓ રાગ-દ્વેષના વિજેતા છે, અખિલ વિશ્વનાં સર્વ દ્રવ્યોને જાણનાર છે, ઈન્દ્ર દ્વારા પૂજનીય છે અને વાણીના ઈશ છે તેવા તીર્થેશને સ્મૃતિમાં લાવું છું. આ જ ભાવેને “કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તેમની સ્યાદ્વાદ, મંજરી નામના ગ્રન્થનું મંગલાચરણ કરતાં કહ્યા છે. अनन्त विज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्त-ममर्त्य पूज्यम् / પ્રભુ વીર અનંત વિજ્ઞાની છે. સર્વ દોષોને નાશ કરનાર છે. તેમના મુખેથી નીકળતી વાણું અવિધી છે. અને તેઓ દેવે દ્વારા પૂજનીય છે. આ અતિશયોને શાસ્ત્રીય ભાષામાં (1) જ્ઞાનાતિશય (2) અપાયાગમાતિશય (3) વચનાતિશય અને (4) પૂજાતિશય કહ્યા છે. (1) જ્ઞાનાતિશય–અરિહંત પ્રભુનું જ્ઞાન, એટલે અનંત વિજ્ઞાન જે જ્ઞાનમાં અનંત - અનંત દ્રવ્ય, તેના અનંત ગુણો અને ભૂત-ભવિષ્યની અનંત અનંત પર્યાયે સાથે ઝળકે છે, તે અનંત જ્ઞાન. વળી પિતાના અનંત ગુણનું સર્વથા પ્રાગટય થઈ જવાથી, અનંત ગુણેને તેઓ અનુભવ કરી શકે છે. આત્માના અસંખ્ય પ્રદેશે રહેલી અનંત જ્ઞાન શક્તિ, અનાવરિત