________________ સમયે જિન સ્વરૂપ 14 બુદ્ધિથી ઉપજાવી કાઢેલી વાણું તેમને ન હોય. હર્ષ, શેક, રતિ-અતિથી પર, આવેશ રહિત, સ્વ- ઉપયોગી સહજ સંકુરિત તેમની વાણું હોય. પ્રભુની વાણું અબાધ્ય સિદ્ધાંત એટલે કે પરસ્પર અવિરેધી હોય છે. તેમની વાણીમાં પ્રગટ થતા સિદ્ધાંતે સ્વાદ્વાદ દષ્ટિથી યુક્ત રહેવાના કારણે એ સિદ્ધાંતને કેઈ બાધ ન કરી શકે. અને તે જ પ્રમાણે તેઓ પણ ખંડન–મંડનાત્મક ભાવોથી રહિત હોય છે અને સર્વ અપેક્ષાઓ સહિત હોય છે. વળી પ્રભુની વાણીની વિશેષતા એ છે કે જ્યારે તેઓ દેશના આપે, ત્યારે સહુ-સહુની ભાષામાં સહુ સમજી જાય. ન કેવળ મનુષ્ય, પણ દેવ અને પશુ-પંખીઓ પણ પિતાની ભાષામાં એ દેશનાને સમજે. આ છે પ્રભુની જબરદસ્ત પુષ્પાઈ. પ્રભુના મુખેથી નીકળતા માત્ર બે જ શબ્દો, જીવના માટે પરમ ઉપકારી થઈ જાય. ચંડકૌશિક જેવા ભયંકર પ્રાણને પ્રભુએ માત્ર બે જ વચને કહ્યાં : સંયુક્સટ્ટ, જૈિન પુરુ ! અને તે સર્વે તેનું આંતર- બાહ્ય ઝેર વમી નાખ્યું ને તરી ગયે. આ છે પ્રભુની વાણની તાકાત. આ વાણીનું માહાસ્ય એક ભકતે ભજનમાં આ પ્રમાણે ગાયું છે મધુર રાગ માલકૌંસમાં વહેતી તીર્થકરની વાણી માનવને નવજીવન તી તીર્થકરની વાણી ધીર ગંભીર સૂરમાં સોહે સુરનર મુનિવર સૌએ મહે શબ્દ- શબદે પ્રગટ થતી જ્યાં સ્નેહ તણું સરવાણી.... વાદી પજ મધ્યમ સંવાદી વાત નથી કંઈ વિષમ વિવાદી સાદી ભાષા શબ્દ સરલતા, સહુને ઝટ સમજાણું