________________ 136 " આત્મા છું નેતિ–નેતિ કરીને છેડી દીધું છે. બ્રહ્મસ્વરૂપ એટલે જ વિશુદ્ધ આત્મસ્વરૂપ. તેને કથવું શક્ય નથી. શ્રીમદ્જીએ પણ કહ્યું છે– જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન છે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે ? અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જ અપૂર્વ સર્વા–સર્વદશી પરમાત્મા, જ્ઞાન દ્વારા આત્માના સંપૂર્ણ સ્વરૂપને અનંત-અનંત નોથી જાણે છે, દેખે છે. પરંતુ જેવું જોયું, જેટલું જોયું તે બધું જ તેઓ કહી શકતા નથી. પ્રશ્ન થાય કે જેઓ સર્વશક્તિમાન છે, તેઓ કેમ બતાવી ન શકે ? ઉત્તર એ જ છે કે સર્વ શક્તિમાન પરમાત્મા જ્યારે આત્મસ્વરૂપનું કથન કરે ત્યારે આપણને સમજાવવા માટે વાણીનું માધ્યમ જ લેવું પડે. આપણી પાસે એવી શક્તિ નથી કે તેઓ ભાવ વડે આપણને સમજાવે અને આપણે સમજી જઈએ. ભાવમાં ઘણું તાકાત છે. દુન્યવી માનવમાં પ્રેમ અને દ્વેષના ભાવ પણ વાણું કરતાં, મનના ભાવથી જ વધુ સમજાય છે. તે આત્મિક ભાવે પણ ભાવ દ્વારા વધુ સમજાય. પણ આપણે છદ્મસ્થ જી વાણી વિના સમજી શકતા નથી. તેથી સર્વજ્ઞ પણ જ્યારે સમજાવે, ત્યારે વાણી દ્વારા જ સમજાવે. અને વાણી તે સીમિત છે, તેનાથી કેટલું સમજાવી શકાય ? માટે જ સર્વજ્ઞ પરમાત્મા પણ ન સમજાવી શક્યા. તો બંધુઓ! મારા જેવી પામર વ્યક્તિ પરમાત્માના ગુણોને કઈ રીતે કહી શકે? માટે જ કહ્યું અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. આત્મ-સ્વરૂપ કહે કે અરિહંત સ્વરૂપ કહે, તે માત્ર અનુભવવાની જ ચીજ છે. જે પિતામાં એવા સ્વરૂપને અનુભવે તે જ જાણે તે સ્વરૂપને ! કબીરે કહ્યું છે-ગુગે કા ગુડ! મુંગાને ગેળ ખવરાવીને તેને સ્વાદ પૂછવા જઈએ તે જવાબ ન મળે. અરે ! તમે જ ઘી ખાવ છે, હું તમને પૂછુંઘીને સ્વાદ કે? શું કહેશે ? ન કહી શકાય. ખાય તે જ જાણે! બસ, આત્માને અનુભવ કરનાર જ જિન-સ્વરૂપને જાણી શકે. લખવાથી, કહેવાથી એ કળી શકાય નહીં.