________________ સદ્ગુરુના ઉપદેશ વણ 133 બીજું પ્રતિષ્ઠા આપે. પ્રતિષ્ઠા કેને કહેવાય? સમાજ જેને કંઈક માનથી, આદરથી જેતે હોય તે પ્રતિષ્ઠિત વ્યકિત કહેવાય. પણ બંધુઓ! આ પ્રતિષ્ઠા તે સમાજે બનાવેલી, સમાજે માન્ય કરેલી પ્રતિષ્ઠા છે, જે આવે ને જાય. ટકી જ રહે એવું નહીં. એક વ્યક્તિ આજે પ્રતિષ્ઠિત કહેવાતું હોય પણ આર્થિક ક્ષેત્રે માર ખાઈ બેસે તે પ્રતિષ્ઠા ગુમાવી દે અને વળી કાલે ભાગ્ય પરનું પાંદડું ખસી જાય અને ધન મેળવી લે, પાછો પાંચમાં પૂછાવા માંડે. પણ આવી પ્રતિષ્ઠાની અહીં વાત નથી. અહીં તો ખરેખર પાંચમાં પૂછાવાની જ નહીં, પૂજાવાની જ નહીં પણ પાંચમાં સ્થાન લઈ લેવાની વાત છે. તે શેમાં ? પંચ પરમેષ્ટિના પાંચ પદમાં કહે તે ખરા! આ પાંચ પદમાં તમારું સ્થાન ક્યાં ? એકમાં તે સ્થાન મેળવી લે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ પાંચમાંથી કઈ Categoryમાં બેસવું છે? સહુને Top most Category જ જોઈએ. કેમ? અરિહંત પદનું આવું વર્ણન સાંભળીને એમ થાય ને, કે અરિહંત પદમાં જ સ્થાન મળી જાય તે સારૂં. સર્વ પ્રથમ પદમાં જ બેસીએ ને! પણ બંધુઓ! એમ આ ખુરશી સહેલી નથી. નહીં મળે. અહીં તે કમશઃ આગળ વધવું પડે છે. પહેલાં પાંચમા પદમાં પ્રવેશ મેળવી લે પછી જ ચાર-ત્રણમાં થઈ એકમાં જવાશે, અને પછી સિદ્ધની કેટિમાં. તે આમ અંતરમાં પડેલું પરમાત્મ તત્ત્વ જાગૃત કરી લેવાનું છે. અને તે અરિહંતની ઉપાસનાથી મળે છે. તો જિનદેવ આવી પ્રતિષ્ઠા આપે છે. અને ત્રીજું ત્રણ દાતા. શરણ આપે છે. અરિહંત પ્રભુ શરણુ દયાણું છે. શરણ કોણ આપી શકે ? જે સર્વ શક્તિમાન છે, જેમનામાં શરણાગત વત્સલતા છે, શરણે આવેલાનું સંપૂર્ણપણે રક્ષણ કરી શકે છે, તે જ. અરિહંત પરમાત્મા તેમના અનંત ગુણથી સમૃદ્ધ છે. વળી તેમનું અનંત જ્ઞાન શરણે આવેલા જીવના ભૂત-ભવિષ્યની આરપાર જઈ તેના સર્વ ભાવેને જાણી લે છે. તેથી તે જીવના દર્દની પણ તેમને ખબર છે અને દવાની પણ જાણે છે. માટે જ આપણે રેજ ભાવના ભાવીએ છીએ અરિહતે શરણું પવજામિ..