________________ 116 હું આત્મા છું આમ જેઓને વિશ્વના સર્વ દ્રવ્યનું યથાર્થ જ્ઞાન છે તેઓ પરમકૃત. શાસ્ત્રમાં બતાવેલ શ્રત, જ્યારે સ્વાનુભવમાં ઉતરે ત્યારે તે સત્યને સ્પર્શ કરીને બહાર આવે છે. માટે જ એવા શ્રતને પરમશ્રત કહ્યું. આવું જ્ઞાન ધરાવનાર મહાપુરુષ વિશાળ બુદ્ધિ અને ઉદાર દિલવાળા હોય છે. સંસારના સર્વ દર્શનનાં તરને સમગ્ર પ્રકારે સમજી શકવાનું સામર્થ્ય તેઓમાં હોય છે, અને તેથી જ તેમની વિચારધારામાં મધ્યસ્થતા વર્તતી હોય છે. કઈ એક દર્શનનાં ત જ સાચાં અને બીજા બેટાં એવી ક્ષુલ્લક તક બુદ્ધિ તેમનામાં હેય નહીં. તેઓ “સાગર વર ગંભીર હોય. આવું પરમકૃત જેને છે તે જ જિજ્ઞાસુ જીવને સમ્યગ્ર માર્ગે લઈ જઈ શકે. આમ આ ગાથામાં સદગુરુનાં પાંચ લક્ષણો કહ્યાં. આ ભાવેને સરળ શબ્દોમાં કહીએ તે - સપુરૂષ તે જ કે જેહને આમોગ જ અટલ છે. અનુભવ પ્રધાન જ વચન જેનું, શાસ્ત્ર પ્રતિએ પટલ છે! અતરંગ ઈચ્છા રહિત જેની ગુપ્ત આચરણું સદા. નિન્દા-સ્તુતિ શાતા-અશાતાથી ન મન સુખ-દુઃખ કદા - શ્રીમદ્જીએ કહેલા ઉપર્યુક્ત પાંચે ગુણ આ પદમાં પણ ઘટિત થાય છે. પ્રથમ પંક્તિથી આત્મજ્ઞાન, બીજી પંક્તિથી અપૂર્વ વાણી અને પરમશ્રત, ત્રીજી પંક્તિથી વિચરે ઉદય પ્રયોગ અને ચોથી પંક્તિથી સમદશિત. આવા ગુણોથી યુક્ત સદ્ગુરુ જ સાચા માર્ગદર્શક બની સાધકને માર્ગે ચડાવે છે. જેમ થાકેલે અને તપ્ત થયેલે મુસાફર કડવા લીમડાની મીઠી છાયામાં શીતલતા અનુભવે છે તેમ સંસારથી શ્રમિત થયેલે સાધક આવા જ પુરુષના ચરણમાં પહોંચી આત્મ-શાંતિ અનુભવે છે અને આત્મ આરાધનાને માર્ગ પ્રશસ્ત કરે છે. - હવે સદગુરુની મહત્તા કેવી અને કેટલી છે તે આગળની ગાથામાં કહેવામાં આવશે.