________________ 120 હું આત્મા છું ત્યાં અશુદ્ધિ. તેથી તેઓને આત્મા સંપૂર્ણ શુદ્ધ થયું નથી. ગુણપૂજક જેન પરંપરામાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે. તે તેમને પ્રથમ નમસ્કાર થવા જોઈએ. એટલું જ નહીં, અરિહંત પ્રભુ પણ સિદ્ધોને નમસ્કાર કરે છે. આમ સિદ્ધ ભગવાન જ સર્વથી ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે. તે પ્રશ્ન એ થાય છે કે નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને એમ શા માટે? આ પ્રશ્નને જવાબ પણ આત્મસિદ્ધિ શાસ્ત્રની આ ગાળામાં સમાયેલ છે, જેઓ સિદ્ધ થઈ ગયા તેઓ આપણી વચ્ચે નથી, વળી તેઓનું સ્વરૂપ શું છે? અને તેવા સ્વરૂપની પ્રાપ્તિને પુરુષાર્થ શું છે તે સમજાવનાર કેઈ હોય તે તે અરિહંત ભગવાન જ છે. જે અરિહંત પ્રભુએ, સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોત તે આપણે જાણું શક્યા ન હતા અને એવી સિદ્ધ દશાની પ્રાપ્તિને પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેયે પણ ન હેત. અરિહંત પ્રભુએ એ પણ બતાવ્યું કે જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવોનું સ્વરૂપ છે અને તે પુરુષાર્થથી પામી શકાય છે. આ આપણા માટે કેટલું મોટું આશ્વાસન છે ! એક વાર “બર્નાડ શો ને કેઈ ભારતીય સજજને પૂછ્યું, શે! તમે ભારતનાં બધાં જ દર્શનેને ધર્મોને અભ્યાસ કર્યો છે, માને કે હવે પછીને જન્મ ભારતમાં લેવાનું હોય તે તમે કયા કુળમાં જન્મ લેવાનું પસંદ કરે?” શે એ સસ્મિત જવાબ આપે, જેન કુળમાં.” કેમ? ભારતમાં મેજોરીટી તે હિન્દુ ધમીઓની છે. જેને કેમ તો માયનેરીટીમાં છે. પર્સન્ટેઈજ મૂકે તો અર્ધો ટકે પણ ન આવે. આવી માઈનોરીટી કેમમાં જન્મ લેવાનું કેમ પસંદ કર્યું ?' જૈન ધર્મમાં એ વિશેષતા છે કે જીવ પુરુષાર્થ કરે તે શિવ થઈ શકે છે. ત્યાં એક જ પરમાત્મા નથી, પણ સહ પરમાત્મા થઈ શકે છે. મારે પરમાત્મા થવું છે, તેથી જેન કુળમાં જન્મ લેવો છે.”