________________ 126 હું આત્મા છું સર્વ શક્તિ ગુરુચરણમાં ઢાળી દઈ એ તે આત્માનું ઉત્થાન પિતાની મેળે જ થશે, પછી કંઈ કરવાપણું નહીં રહે. આપણી શ્રદ્ધા જે ચારે કેર વિખરાયેલી પડી છે. આમાં ય શ્રદ્ધા, તેમાં ય શ્રદ્ધા અને પિલામાં ય શ્રદ્ધા. “પત્થર એટલા પૂજે દેવ” જેવી ભ્રામક પરિસ્થિતિ છે. એ વિખરાયેલી શ્રદ્ધા ફળીભૂત થતી નથી. શ્રદ્ધા જે એકમાં જ સમર્પિત થઈ જાય તે એ શ્રદ્ધાની Quantity વધે, એ શ્રદ્ધાનું બળ વધે. એ આપણું આત્મા માટે ઉત્થાનનું કારણ બની શકે. કઈ કહેશે આ કાળમાં સદ્ગુરુ મળવા જોઈએ ને ? આવા દુષમ કાળમાં આત્મસાધક ગુરુ કયાં મળે? પણ તારું ઉપાદાન જે તૈયાર હશે, તારું શિષ્યત્વ પાકી ગયું હશે તે ગુરુ મળ્યા વગર રહેશે નહીં. ઉપાદાન તે તારૂં જઈશે. ગમે તેવા ગુરુ મળે. અરે ! આ કાળમાં છદ્મસ્થ ગુરુ મળે. અને તીર્થકરના કાળમાં કેવળી ગુરુ મળે, પણ તેઓ નિમિત્ત માત્ર છે. તારું ઉપાદાન તૈયાર હશે તે સામેથી ગુરુ ભટકાશે. માટે તારી યેગ્યતા કેળવી લે, ગુરુને દોષ જોઈશ મા કે મને એગ્ય ગુરુ ન મળ્યા! તારામાં જે દિવસે પાત્રતા પ્રગટશે તે દિવસે આકાશમાંથી ગુરુ ઉતરશે. પહેલાં ગ્યતા પામવી પડશે. વિચાર તે ખરે જીવ! કે તારી યેગ્યતા કેટલી ? સદ્ગુરુ જેવા મહાન રત્નને પામીને જીરવી શકે તેવી ગ્યતા છે ખરી? આ તે સિંહણના દૂધ જેવી વાત છે. સુવણના પાત્રમાં જ રહે. બીજામાં નાખો તે પાત્રને ફેડીને બહાર નીકળે, ને માટીમાં મળી જાય. સદ્ગુરુ જેવું અમૂલ્ય રત્ન પામવું હોય તે પહેલાં પાત્રતા જોઈશે. જે એવા મહાન સદ્દગુરુ મળ્યા પછી તેમને જીરવી નહીં શકાય, તે આપણુમાં રહેલે સ્વચ્છંદ, અહમ્, આપણને તેઓનું મૂલ્ય નહીં સમજવા દે. તેમના આશ્રયે ઉત્થાન કરવું છે, તેના બદલે આપણું કુપાત્રતા આપણને પતનની રાહે લઈ જશે. માટે પહેલાં પાત્રતા પછી સદ્ગુરુની શોધ ! શા માટે સદ્દગુરુને મહિમા આટલે ગાયે?તે શ્રીમદ્દજી ફરમાવે છે - સદ્દગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિન રૂપ, સમજ્યા વણ ઉપકાર શો, સમજ જિનસ્વરૂપ 12 જીવને સમજવા જેવું જે છે તે જિનનું સ્વરૂપ છે. કારણ જિન