________________ સદ્ગુરુના ઉપદેશ વણું............! 127 સ્વરૂપ સમજવાથી જ નિજ સ્વરૂપ સમજાશે. પણ એ સદ્ગુરુના ઉપદેશને ગ્રહણ કરે તે જ સમજાય. ઉપદેશ સાંભળે તે ખરે! પણ સાંભળીને તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થાય, પછી તેનું આચરણ થાય તે જ વાસ્તવિક જિન સ્વરૂપને સમજી શકાય. પ્રતિક્રમણના પાંચમા શ્રમણુસૂત્રમાં કહ્યું છે– तं धम्म सदहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपाले मि આચરલ છે ત થા ગુરુદેવને ઉપદેશ સાંભળી, સહુ પ્રથમ તેના પર શ્રદ્ધા, “સહામિ હું શ્રદ્ધા કરું છું. જ્યારે પણ પ્રવચન સાંભળે, ત્યારે મનમાં એક એ ભાવ લઈને સાંભળવા બેસે, કે અહીંથી જે કંઈ કહેવામાં આવે છે તે એક માત્ર હિત માટે જ છે. મારાથી બને તેટલું ગ્રહણ કરવું છે, આચરવું છે. શ્રદ્ધા લઈને આવશે તે જ સાંભળેલા ઉપદેશમાં શ્રદ્ધા જાગશે. પણ મહાસતીજી તે કીધા કરે, તેઓ કહે તે બધું આપણે કરવાનું ન હોય. આવી ભાવના લઈને આવે તો શ્રદ્ધા જાગે જ ક્યાંથી? માટે સહુ પહેલાં સાંભળેલા ઉપદેશ પર શ્રદ્ધા જગાવે. તે પછી પ્રતીતિ અને રુચિ. આ બન્નેમાં થોડું અંતર છે. જે ધર્મમાં, જે તત્ત્વમાં શ્રદ્ધા જાગી છે તેના પ્રત્યે પ્રેમભર્યું આકર્ષણ થાય, તે બહુ ગમવા માંડે અને એ તત્ત્વમાં તેની વિચારણા જાગે. એકલી શ્રદ્ધાથી કામ ન ચાલે, માટે જ સાધક કહે “હું પ્રતીતિ કરું છું.” પણ આકર્ષણ ક્યારેક તૂટી પણ જાય. સંયોગો પ્રતિકૂળ હોય તે તત્વમાંથી આકર્ષણ ઓછું થઈ જાય. પણ " મ” એટલે મને તત્ત્વ પ્રત્યે સદા રુચિ છે. અંતઃ