________________ 118 હું આત્મા છું છે કે તીર્થકર દેએ ધર્મ પ્રરૂખે ન હેત, અને ગણધરેએ તથા તેમની શિષ્ય પરંપરામાં એ ઉપદેશ આગમ રૂપે ગુંથાયે ન હેત તે આજે આપણે એ અમૂલ્ય વારસા વિહોણા હેત, એના વિના અકિંચન હોત. સર્વસના પ્રરૂપેલા આગમે જ આપણા માટે પરમધન છે. તેથી જિનેશ્વર ભગવંતને પક્ષ ઉપકાર તે છે જ. પણ પ્રભુએ ભાખેલા આ માર્ગને સમજાવનાર અને એ માર્ગે ચડાવનાર કેઈ હોય તે તે સદ્દગુરુ જ છે. એમના વિના કેણ સમજાવે ? વળી બીજી વાત એ છે કે પરોક્ષ થઈ ગયેલા તીર્થકર, ગણધર, કેવળી, કૃતઘર, લબ્ધિધર મહાપુરુષને આપણું પર અનંત ઉપકાર હેવા છતાં પણ, તેઓ હાલ પ્રત્યક્ષ રૂપે આપણને માર્ગદર્શન કરી શક્તા નથી. વર્તમાનમાં જોઈતું માર્ગદર્શન તે જે પ્રત્યક્ષ છે તેવા સદ્દગુરુ જ આપી શકે, માર્ગ ચીંધી શકે અને માર્ગે ચાલતાં જે પગલાં આડાંઅવળાં મંડાય તે હાથ ઝાલીને માગે પણ એ જ લાવી શકે. એટલે જ કહેવામાં આવ્યું છે કે - ગુરુ તે જીવતા જ જોઈએ, મરેલા ગુરુ ન કરાય. જે જીવતા છે તેઓ જ આપણું દોષને જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાંથી ફરી ગણવાની પ્રેરણા આપે. ક્યારેક પ્રેમથી તો કયારેક રેષથી, પણ એ જ સમજાવે. અરે ! પરમ કરુણાનિધાન સલ્લુરુ. માત્ર હિત બુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદ રૂપ નીતિને આચરીને પણ સાધકને ઠેકાણે લાવે. પણ માત્ર તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરી, તેઓને જ સર્વસ્વ માની, ગુરુની અવહેલના કરતા રહીએ તે માર્ગ મળે નહીં. પ્રતિમાનાં રેજ દર્શન કરે, પૂજે, વંદે પણ મંદિરમાં પ્રભુની સમક્ષ જઈને ઊભા રહે તે તેઓ એક પણ દોષ બતાવે નહીં. હા, તેઓની વીતરાગ મુદ્રા જોઈ, આપણને તેઓ પ્રત્યે બહુમાન, આદર, ભક્તિભાવ જાગે. કયારેક તેઓના જેવી વિતરાગતાની પ્રાપ્તિના ભાવે પણ જાગે. એ બધું જ થવા પછી પણ આપણા કેઈ દોષને તેઓ બતાવી શકે નહીં. માટે જ સદ્ગુરુની આવશ્યકતા પલ–પ્રતિપલ રહેવાની જ.