________________ 115 સદ્ગુરુ લક્ષણ વેગ પાકે વિશ્વાસ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ જ કરવા સમર્થ નથી, તે જ આવી ઈચ્છા રહિતપણે વિચરી શકે. તે જે ઉદય પ્રોગે વિચરે છે તે સદ્ગુરુ. ચોથે ગુણ “અપૂર્વ વાણી”. વાણી તે સર્વમાનને મળી. અને તેને ઉપગ પણ સર્વ માનવે કરતા જ હોય. પણ જેની વાણીમાં સહુ કરતાં કઈક વિશેષતા છે, જે વાણી બીજે કયાંય મળે નહીં, એવી વાણી એટલે જ અપૂર્વવાણી. જે વાણુ સ્વ-પરને ઉપકારી નીવડે. પણ કોઈનું આંતરબાહ્ય અહિત થાય તેવી વાણી તેમના મુખેથી ન નીકળે. તેઓની દશા અનુભૂતિ મૂલક હોય, પરમાનંદને રસ તેઓ સ્વયં પામ્યા છે. અને “સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવના સાથે, અન્ય જેને પણ એવી જ પરમાનંદ દશાને સ્પર્શ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એમ કહેવાય છે કે જ્ઞાનીના એક - એક વાક્યમાં અનંત અનંત આગમ ભર્યા છે. જે રહસ્યોને તેઓ અવિરેધી વાણી દ્વારા પ્રગટ કરી શકતા હોય છે. અને તેમની વાણું અન્ય જીને આત્માનુભવની અપૂર્વ દિશામાં પ્રવેશ કરાવવાના નિમિત્ત રૂપ બને છે તેથી જ તે અપૂર્વ વાણી કહેવાય છે. મહાપુરુષેની વાણની મહત્તા એ છે કે તેઓ બોલ્યા તે આગમ બની ગયા, વેદ બની ગયા. અને સામાન્ય જનની વાણી હવામાં ઉડી જાય. તો આવી અપૂર્વતા જેની વાણીમાં છે તે સદ્ગુરુ. છેલ્લે ગુણ કહ્યો “પરમશ્રત.” શ્રત એટલે કે જ્ઞાન. જે જ્ઞાન પરમ અર્થાત્ શ્રેષ્ઠ છે, સર્વોચ્ચ છે તે પરમકૃત. અથવા જે સંપૂર્ણતાની નજીક છે તે પરમકૃત. આપણે ત્યાં જેન પરંપરામાં સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાન કહ્યું છે. પણ જેઓને કેવળજ્ઞાન નથી થયું પણ શ્રતના આધારે કેવળજ્ઞાનની નજીક પહોંચી ગયા હોય તેઓને શ્રુત કેવળી કહેવાય છે. આપણી આચાર્ય પરંપરામાં થઈ ગયેલા હેમચન્દ્રાચાર્યને “કલિકાલ સર્વજ્ઞ વિશેષણ લાગ્યું હતું. કારણ તેઓ મહાન કૃતધર હતા, શ્રત કેવળી હતા.