________________ સદ્દગુરુ લક્ષણ વેગ 113 શત્રુ હોય કે મિત્ર, અને પ્રત્યે એક સરખે જ ભાવ. શત્રુની દ્વેષ બુદ્ધિ, ન તે એને દ્વેષ કરાવે અને મિત્રની રાગ બુદ્ધિ ન એને રાગ કરાવે. જો કે પોતે તો કોઈને શત્રુ કે મિત્ર રૂપ જુદા-જુદા જાણે જ નહી. પણ સામે જીવ શત્રુ ભાવે વતે કે મિત્ર ભાવે વતે, બન્ને પરિસ્થિતિથી પિતાના ભામાં કંઈ અંતર ન આવે. વાસ્તવમાં એને મન તે સર્વ જી સમાન જ હોય. ન કોઈ મિત્ર, ન કોઈ શત્રુ. ન કોઈ પિતાને, ન કઈ પરાયે. આવી હાય એ મહાપુરુષની સમદર્શિ તા. એટલું જ નહીં કોઈ માન આપે, પ્રશંસા કરે કે કેઈ અપમાન કરે કે નિંદા કરે, એને મન એ બધું જડ શબ્દોની રચના કરતાં વિશેષ કંઈ નહીં. તેથી મીઠા શબ્દો એના મનને ભાવે નહીં અને કડવા શબ્દો એને નિરાશ કરે નહી. એથી પણ જેની આત્મદશા આગળ વધી છે તેને જીવન કે મરણમાં પણ કશું યે અંતર ન રહે. ન જીવવાની ખુશી, ન મરણને ભય. કારણ-મૃત્યુ દેહનું થાય છે, આત્માનું નહીં, હું આત્મા છું. અજર, અમર, અજન્મા છું એવી દઢ પ્રતીતિ છે તેને મૃત્યુને શો ભય? વળી ક્ષણ ક્ષણના ભાવ મરણથી જે પર થઈ ગયા તેને દ્રવ્ય મરણ શું અકળાવી શકે ? સંસાર ભાવથી જે અનાસક્ત થઈ ગયા છે, તેને જીવનને પણ શો મહ? એ તે સદાકાળ આત્મામાં વર્તતા હોય. એમને જીવન અને મરણ સમાન હેય. અને સર્વોત્કૃષ્ટ પ્રકારની સમત્વ દશા તે શ્રીમદ્જી અંતિમ પંક્તિમાં બતાવે છે, કે એને આ સંસારમાં દેહ ધારણ કરીને રહેવું પડતું હોય તે ય ભલે, અને અશરીરી મોક્ષ થાય તે પણ ભલે ! કેટલી બધી મહાન દશાનું વર્ણન છે અહી? મેક્ષને પામવાની ઉત્કૃષ્ટ અભિલાષા જીવને આ પ્રબળ પુરુષાર્થ કરાવે છે. અને છતાં મોક્ષ દશા હોય કે શરીર દશા બન્નેને ભેદ જેના અંતરથી ઉતરી ગયા છે તે શું સૂચવે છે? તે સૂચવે છે કે મેક્ષદશામાં જે સંપૂર્ણ આત્માનંદની અનુભૂતિ હેાય છે તેને એક