________________ સદગુરુ લક્ષણ વેગ 111 સતગુરુ કી મહિમા અનંત, અનંત ક્ષિા ઉપકાર, લોચન અનત ઉઘાડિયા, અનંત દિખાવણહાર જેમ કબીરને અનંતને માર્ગ બતાવનાર સદ્દગુરુ મળ્યા અને તેમના ચરણમાં તેઓ સમર્પિત થઈ ગયા, તેમ આપણે પણ આત્મસ્થાનના માર્ગ માટે સદ્ગુરુની શોધ કરવી છે તે સદ્દગુરૂ કેવા હેવા જોઈએ? આપણે કેને સદ્દગુરુ રૂપ માનીએ? શ્રીમદ્ છ સદ્ગુરુનાં લક્ષણ બતાવતાં કહે છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ; અપૂર્વ વાણી પરમથત સદ્દગુરુ લક્ષણ ચેગ્ય...૧૦ (1) આત્મજ્ઞાન, (2) સમદર્શિતા, (3) ઉદય પ્રાગે વિચરણ, (4) અપૂર્વ વાણી, (5) પરમશ્રુતતા, આ પાંચ લક્ષણ જેમનામાં હોય તે સશુરુ. પ્રથમ લક્ષણ આત્મજ્ઞાન. જેણે પિતે પિતાને અનુભવ્યું છે, આત્મ સાક્ષાત્કાર કરી લીધું છે. અને સાથે-સાથે આત્મા સિવાયના સર્વ પદાર્થો મારાથી સર્વથા ભિન્ન છે, એવી દઢ પ્રતીતિ એને વતે છે. દેહ પણ મારે નથી. દેહને નથી. અશરીરી, આનંદઘન મારું સ્વરૂપ છે, આવું અને સ્પષ્ટ ભાન હોય. વળી વસ્તુ કે વ્યક્તિને સંગ તે મારો સ્વભાવ નથી, હું સર્વથા અસંગ છું. આ અભિપ્રાય જેને સતત રહેતા હોય તે જ આત્મજ્ઞાની છે. અને ખરેખર જીવને કોઈને પણ સંગ ખપતે જ નથી. આપણે સહુ જોઈએ છીએ અને અનેકવાર બેલીએ પણ છીએ કે જીવ એકલો આવ્યા અને એકલે જશે, છતાં એકલા રહેવાતું નથી. કેઈ કારણે માણસ એકલે પડી ગયું હોય તે તેને જીવવું અસહ્ય થઈ પડે છે. એ નિરંતર આર્તધ્યાનમાં રહેતો હોય છે. પણ જે ધીરજથી વિચારશું તે ખ્યાલ આવશે કે સંસારમાં કઈ-કઈને સંગી-સાથી નથી. કેવળ માનવની જ આ વાત નથી. પણ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, આદિ પાંચ સ્થાવરમાં એક સમયે એક સાથે અસંખ્ય જી ઉત્પન્ન થાય છે, અને એટલા જ જીવે મરે છે. ત્યાં પ્રત્યેક જીવને પિતાનું જન્મવું