________________ વૈરાગ્યાદિ સફળ તે 45. જ છે. એથી વધારે વહાલું કેઈ નહીં. તમે એમ કહે છે ને કે અમને અમારો દીકરે બહુ વહાલે. પણ જ્યારે કટોકટીને સમય આવે, બન્ને સરખી મુશીબતમાં ફસાયા હો ત્યારે પહેલાં પિતાને જીવ ઉગારવાનો પ્રયાસ કરશે. કે દિકરાને ? એક વખત એવું બન્યું કે એક શ્રીમંતના ઘરમાં અચાનક આગ લાગી. ભાગ-ભાગ કરતાં સહુ ઘરમાંથી બહાર નીકળી ગયાં. તેમને આઠ મહિનાને એકને એક દિકરો ઘેડિયામાં સૂતે રહી ગયે. સહુને એમકે બીજાએ લીધો હશે. પણ તપાસ કરતાં ખબર પડી કે બધાં તે બહાર આવી ગયાં પણ બાબા રહી ગયા છે. પેલા ભાઈ તો રડીને ચીસ પાડે છે. અરે ! મારો એકને એક દીકરે અંદર રહી ગયો છે. કેઈ બચાવે એને! અંદર જઈને લઈ આવે. માંગે તે આપીશ. અરે ! દશ-વશ લાખ રૂપિયા માંગશે તો પણ આપીશ.” પણ કોણ જાય? સેંકડે માણસો બળતા મકાનને બળતા જેવા ભેગા થયા છે. પણ અંદર મરવા કોણ જાય? માણસ વિચારે છે કે લાલચમાં સપડાઈને જઈએ તે ખરા, પણ મરી જઈએ તે દશ-વીશ લાખનું શું ? ત્યારે એક ડાહ્યો માણસ એ શ્રીમંત બાપને કહે છે: “ભાઈ! દિકરે તારે છે. તું જ જાને અંદર ! લઈ આવ તારા દિકરાને ! અમે જ તને જે જોઈતું હશે તે આપીશું પણ ન ગયે બાપ, અને બળતા મકાનમાં હાલામાં હાલ દિકરે બળીને ભડથું થઈ ગયો. વિચારે ! દિકરી વહાલ હતો કે પોતાનો જીવ ? તમે કહેતા શું છે છે? મારી માવડીઓ તે એમ કહે કે દિકરો તે મને હૈયે છે. દિકરો પરદેશ ગયે હેય ને સારી વસ્તુ ખાવા બેસીએ તે તે ગળે નથી ઉતરતી. આંખમાં પાણી આવે છે. પણ આ કટોકટીને સમય આવે ત્યારે એ દિકર હાલે ન લાગે. માટે જ આપણને સૌથી વધારે કંઈ હાલું હોય તે તે આપણે જીવ. એટલે જ કહ્યું છે : . “કામવત્ નમૂત્તેપુ તને તારે જીવ રહેલું છે, એટલા જ વહાલા સર્વ ને માની