________________ 51 વૈરાગ્યાદિ સફળ તો હલકે પાડીશ નહીં. આમ પિતાને અહંકાર ત્યાં મૂકી દઈ હળ ફૂલ થઈ વિદાય થયા. - પ્યારા બંધુઓ! રાજા જનકના જીવનની આ વાત તમારી સામે એટલા માટે જ રાખી, કે અંતરમાં ઉદાસીનતા જાગૃત કરવા માટે સંસાર છોડી સાધુ બનવું જ પડે એવું જરૂરી નથી. ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થી, બધી જ ફરેજોને બજાવતાં બજાવતાં પણ વિવેક સહિત જીવે તે આંતરવૃત્તિમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. જેને જડ પદાર્થની નિસારતાનું ભાન છે, જડ સુખ આપી શકે જ નહીં આ દઢ વિશ્વાસ છે તે અવશ્ય આત્મવૃત્તિને પામે છે. કોઈપણ પદાર્થ હોય, તે અતિ પ્રિય લાગતો હોય, અને સુખનું કારણ માનતા હોઈએ, પણ ખરેખર તેમ નથી. માને કે તમને ગુલાબજાંબુ બહુ જ ભાવે છે. તમે એમ કહેતા હો કે ભાઈ! આપણને ગુલાબજાંબુ મળે તે બીજું કાંઈ ન જોઈએ! પણ બિમાર પડ્યા, અને ત્યારે જે એ મળે તે એ ઝેરનું કામ કરે. એટલું જ નહીં, પણ કેઈ દુઃખદ પ્રસંગ આવી પડયો હોય અને મન ખિન્ન થઈ ગયું હોય અને એવા સમયે કેઈતમારી સામે ગુલાબજાંબુ લાવીને મૂકે તે ખાવાનું મન થશે ? અરે ! ગુસ્સો આવશે. કહેશે-હટાવ આને અહીંથી ! જેવાં પણ ગમતાં નથી ! કેમ શું થયું ? એ મળે તે બહુ મોજ પડે તેમ કહેતું હતું ને? પણ ના, મનેવૃત્તિ બરાબર નથી તેથી સુખકારક લાગતે પદાર્થ પણ દુઃખદાયી લાગે છે. બંધુઓ ! જડ પદાર્થ આપણને સુખી કે દુઃખી ન બને. સુખ અને દુઃખ આપણું અંદર જ પડ્યાં છે, જે કેવળ મનની ભ્રમણા છે. આ સમજણ માત્ર બુદ્ધિજન્ય જ નહીં પણ હૃદયસ્પર્શી આવી જાય તે જડ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા થાય છે. અને પછી જે મળે તે ખાઈ લેવાય, જેવું મળે તેવું પહેરી લેવાય. જેવી પરિસ્થિતિમાં રહેવું પડે તેમાં રહી શકાય. આમ ઉદાસીનતા આવે, પદાર્થો પ્રત્યે અને વિષયે પ્રત્યે. ઇઢિયે પિતાના વિષય તરફ નહીં જાય. જશે તે પણ ત્યાં ટકશે નહિ, પાછી વળશે. તેનું નામ વૈરાગ્ય.