________________ પ્રાપ્તિ તણાં નિદાન ! વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની સમ્યફ આરાધના આત્મા પરનાં સર્વ આવરણને ક્રમશઃ દૂર કરી, આત્માની સર્વ શક્તિઓને જાગૃત કરે છે. આત્મામાં પડેલી અમાપ શક્તિઓને આપણે નથી અનુભવી શક્તા તેનું કારણ પણ કર્મનાં આવરણે જ છે. જે શક્તિ કેવળજ્ઞાની ભગવંતે પ્રાપ્ત કરી અને તેથી મોક્ષની સાધના કરી ગયા, એ શક્તિ આપણામાં પણ છે જ. પરંતુ આપણે અનુભવ તે જુદે જ છે. એક નાનું એવું વ્રત-પ્રત્યાખ્યાન કરવું હોય તો પણ આપણી અંદરની માનસિક કે આત્મિક નબળાઈ આપણને રોકી રાખે છે. શારીરિક અનુકુળતા હોવા છતાં પણ, આ કારણે જ તપ-ત્યાગ થઈ શકતા નથી. એટલું જ નહીં પણ આત્માના ગુણે પ્રગટ થતા નથી, આત્મામાં પડેલ અનંત બલ-વીર્ય સક્રિય થતું નથી. શું કારણ છે આની પાછળ? બંધુઓ! વિચારે! દુર્લભ એવે માનવને ભવ મળે, સમજણ મળી, શ્રદ્ધા પણ છે અને સત્સંગને વેગ પણ મળતું રહે છે. આ બધું મળવા પછી પણ પુરુષાર્થ કેમ ઉપડત નથી? આ પ્રશ્નનો ઉત્તર આપણું અંતરમાં જ શેધ પડશે. સર્વ બાહ્ય શક્તિઓને કામે લગાડી ભૌતિક ઉપલબ્ધિની પ્રાપ્તિમાં જરા ય પાછો ન પડતે માનવ આધ્યાત્મિક માર્ગે પગ પણ કેમ ઉપાડી નથી? જીવન વ્યવહારનાં બીજા અનેક કાયેક માટે જબરદસ્ત મહેનત જ આપી શક્તિ માનવ, આત્મિક પુરુષાર્થમાં કેમ મંદતા અનુભવતા હોય છે ?