________________ 88 હું આત્મા છું વૃત્તિ જાગૃત કરે છે. આવો સાધક આત્મવિકાસની પૂર્ણતા સુધી પહોંચે ન હોય પણ સતત અભ્યાસ દશામાં વર્તતે હોવાથી સત્ આલંબન વડે આત્મિક ગુણના વિકાસ અર્થે સાધક કારણોને ગ્રહણ કરી લે અને બાધક કારણેને ત્યાગ ' આ સાધક અને બાધક બને કારણોને મધ્યસ્થ ભાવે સમજવા તે જ વિવેક. વિવેકનું કામ શું છે ? હિત અને અહિતને, જેવા છે તેવા ભિન્ન કરીને બતાવી દે છે. આચરણીય અને અનાચરણીય બાબતોને જુદી પાડી તેના સ્વરૂપને સ્પષ્ટ કરી નાખે છે. “ક્ષીર નીર વિવેક ની વાત બહુવાર આપણે સાંભળી દૂધ અને પાણી ભેગા કરી હંસની સામે મૂકવામાં આવે તે બંનેને જુદા પાડી નાખે અર્થાત્ દૂધને ગ્રહણ કરી લે અને પાછું પડ્યું રહે. હંસનું આ કાર્ય તેની ચાંચમાં રહેલા ખટાશના ગુણને કારણે થાય છે, તે બુદ્ધિપૂર્વક કરતો નથી. દૂધમાં પણ ખટાશને ગુણ છે, તેથી હંસ તેને ખેંચી લે છે. આમ દૂધ અને પાણી બને જુદાં થઈ જાય છે. આને સાહિત્યિક ભાષામાં “ક્ષીર નીર વિવેક કહેવાય છે. ભારતમાં થયેલા મહાપુરુષેમાંના કેટલાક મહાપુરુષોને આવું જ એક અર્થગંભીર વિશેષણ લાગ્યું છે. તે છે “પરમહંસ. તેમાં ય ખાસ કરીને બંગાળમાં થયેલા રામકૃષ્ણદેવ પરમહંસ નામથી જ પ્રસિદ્ધ છે. પરમહંસ કહીએ એટલે આપણી દૃષ્ટિ સમક્ષ રામકૃષ્ણદેવની છબી જ ઉપસી આવે. પરમહંસ એટલે શું? હસનું કાર્ય દૂધ અને પાણીને અલગ કરવાનું છે. જેઓ પરમહંસ છે તેઓ પણ આવું જ કાંઈક વિશેષ રૂપે કરે છે. પેલે હંસ તે માત્ર વિવેકી જ હોય પણ આવા પરમહંસ તે પરમ વિવેકી હોય. જેઓ કર્મરૂપ અણજોઈતા પુદ્ગલે, જે આત્મામાં ભળીને, આખા યે સંસારની વિટંબણાઓ ઊભી કરે, તેને પાણું રૂપ નિસાર સમજી તટસ્થ ભાવે તજી દે છે. અને દૂધ રૂપ પરમ એજસ્વી આત્માને આદરભાવે ગ્રહણ કરે છે, અર્થાત્ પામી જાય છે. અનાદિ કાળથી