________________ આત્માથી જન એહ વિકાસ કરે છે ત્યારે તેની સાધનામાં આ ત્રણે માર્ગ સહજ રૂપે જ સંમિલિત થઈ જાય છે. અને અંતે ત્રણે માર્ગની એક્તા જ મેક્ષ રૂપ ફળને આપે છે. હવે અહીં આ સિવાય પણ જીવે ગ્ય-અયોગ્યને વિચાર બીજી રીતે કરે પણ જરૂરી છે તે બતાવતાં શ્રીમદ્જીએ પત્રક 25 માં બતાવ્યું છે. માનવીના મનને લક્ષ્યમાં રાખીને એમણે કહ્યું કે શાસ્ત્રકાર ભગવંતોએ જુદી-જુદી જાતના ચાર અનુગોની પ્રરૂપણું કરી છે એ શા. માટે? શરૂઆતથી લઈને સર્વોચ્ચ વિકાસ સુધીની સર્વ અવસ્થાઓને કમિક વિકાસ સ્વાદુવાદના Base ઉપર હેવાના કારણે સહુ જી, પિતાની સાધના દશા મુજબ, આ અનુયોગ દ્વારા શ્રતના સહારે પ્રેરણા મેળવી શકે છે. શરૂઆતમાં આપણે જ્યારે પ્રવચનમાં જિનેશ્વરની વાણના મહિમાની વાત કરતા હતા ત્યારે અહીંથી કહેવાયું હતું કે તીર્થકર દ્વારા પ્રરૂપિત. વાણી, વિષયની દષ્ટિથી ચાર પ્રકારની હોય છે. (1) દ્રવ્યાનુગ (2) ચરણકરણનુયોગ (3) ધર્મકથાનુગ, (4) ગણિતાનુગ. (1) દ્રવ્યાનુયેગ-જેમાં જીવાદિ દ્રવ્યોનું વિવેચન છે. જીવ દ્રવ્ય તેના ગુણ અને પર્યાય એ જ રીતે અજીવ દ્રવ્ય, તેના ગુણો અને પર્યાય. તેમાં પણ સ્વાભાવિક અને વૈભાવિક પર્યાનું પરિણમન આદિ વાતે આ અનુગમાં કરવામાં આવી છે. (2) ચરણકરણનુગ–જેમાં સાધુ અને શ્રાવક બનેના જીવનને અનુરૂપ એવા નીતિ-નિયમનું વિવેચન કરવામાં આવ્યું છે. સાધુનાં પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા શ્રાવકે બાર વ્રતનું પાલન કેવી રીતે કરવું તે આ અનુગમાં કહ્યું છે. | (3) ધર્મસ્થાનુગ–આમાં જે જે આરાધના કરી સિદ્ધિને પામી ગયા અને વિરાધનાના કારણે જે આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે તેના જીવનની કથાઓ છે.