________________ સેવે સદ્ગુરુ ચરણને 107 ભરેલા હતા અને તેથી સંસાર જ વધે. પણ જ્યારે આ સંસારી ભાવથી પર થઈને આત્મિક-અર્થની સાધના માટેનાં કારણેનું સેવન થાય ત્યારે જ તે ખરે પરમાર્થ. અને એ પરમાર્થ તરફ રુચિ-ભાવ-શ્રદ્ધા આચરણ જાગતાં નિજ પદને લે લક્ષ. નિજ પદ એટલે પિતાનું મૌલિક સ્વરૂપ! હું આત્મા છું “સચ્ચિદાનંદ સ્વરૂપી છું “ત્રિકાળ અબાધિત અખંડ દ્રવ્ય છું આ સ્વ સ્વરૂપને લક્ષ આવે છે. જીવમાં ! બંધુઓ! સદ્ગુરુનાં ચરણ-શરણથી જીવ કેટલું પામે છે? જે ક્યાંય નથી પામી શકો, કદી નથી પાપે તે પામે છે! આ જ વાતને વળી વધુ સ્પષ્ટ કરી શ્રીમદ્જી પિતાના અન્ય કાવ્યમાં ફરમાવે છે. બિના નયન પાવે નહીં, બિન નમન કી બાત; સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત, બુઝી ચહત જે પ્યાસકે, હ બુઝાનકી રીત; પાવે નહીં ગુમ બિના, એહ અનાદિ સિથત. બિના નયનની વાત એ શું? જે અનુભવ ઇંદ્રિયથી થઈ શકતે નથી, પણ ઈદ્રિયાતીત છે એ આત્માનુભવ તે જ બિના નયનની વાત. આપણું આ ચર્મ ચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થોને જોઈ શકે છે, પણ અરૂપી એ આત્મા આ નયનેમાં સમાતો નથી. તેને જાણ હય, જે. હોય તે શું કરવું? અરૂપી આત્માને જેવા અરૂપી દગ જોઈશે. અર્થાત્ એ નયને અંતરમાં ઉઘાડવાં પડશે. અંતરને થયેલ ઉઘાડ, અંતરની અનુભવ દશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માને સાક્ષાત્કાર કરાવે. પણ એ લગન લગાડે કોણ? જેમણે પોતે આત્માનુભવ કરી લીધું છે તેઓ. માટે આત્માનુભવી પુરુષના ચરણે ચાલ્યો જાય, તેમના ચરણનું શરણ ગ્રહણ કરી લે તે પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય, આત્માની ! આત્મામાંથી ઝરતા પરમાનંદના રસને જેણે હજુ સુધી માર્યો નથી અને તેથી જ એ રસની પ્યાસ જેની તીવ્ર થઈ છે એ રસ વિના જે બેહદ આકુળતા અનુભવી રહ્યો છે. પરમાનન્દના રસથી રસબોળ થયેલા સપુરુષનાં દર્શને, તેમના સાનિધ્યે જેની તૃષા બેવડી વધી રહી છે એવા