________________ 108 હું આત્મા છું તરસથી તરફડતા સાધક આત્માને પુરુષનું શરણ સહેજે મળી જાય છે અને તેની પ્યાસ બુઝાય છે. ભૂતકાળમાં જેઓ આ પરમાનંદને પામી ગયા તેઓ પણ એ રીતે જ પામ્યા છે. ક્યારેય, કદી, કેઈ પિતાના મતે ચાલતાં, આત્માનંદને પામી શકયા જ નથી. બસ માત્ર એક જ શરણ અને એ જ ચરણ! સત્પરુષનું શરણુ અને તેમનાં જ ચરણ. અનંત ભૂતકાળમાં અને તારી ગયા, વર્તમાનમાં તારે છે અને ભવિષ્યમાં પણ એ જ તારશે. - શ્રીમદ્જીના સર્વ સાહિત્યને જોઈએ કે કબીરજીના સાહિત્યને વાંચીએ ત્યાં યત્ર-તત્ર-સર્વત્ર સગુરુને મહિમા જ ગાય છે. સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગુરુ વિના સાધના માર્ગે વિકાસ થઈ શક્તા નથી. ' અરે ! કેઈની ગમે તેટલી તીવ્ર પ્રજ્ઞા હેય, બુદ્ધિ હેય, સમજણ હેય, પણ બધી જ શક્તિઓ ગુરુગમ વિના નિર્માલ્ય છે. માટે જ ફરીફરીને એ જ વાત કહેવામાં આવે છે. શ્રીમદ્જીએ કહ્યું કે સદૂગુરુના શરણને સેવે, નિજ પક્ષ, મતાગ્રહને ત્યાગ કરી દો તે જ પરમાર્થને સાધી શકશે અને સ્વલક્ષ જાગૃત થશે. સદ્ગુરુની શોધમાં નીકળેલે સાધક કયા ગુણના આધારે તેમને ઓળખે, તે અવસરે કહેવાશે.