________________ સેવે સદગુરૂ ચરણને ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન, અને સમ્યગૂ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સર્વ સમર્પિત ભાવને માંગી લે છે. જ્યાં સુધી જીવને દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તો પ્રત્યે સમર્પણતા જાગતી નથી, ત્યાં સુધી સમ્યગૂ આરાધના એ કરી શકતું નથી. સમર્પિતતા ત્યારે જ જાગે કે જ્યારે જીવને અહમ તૂટે. જીવ જન્મ-જન્મથી જે જે યોનિઓમાં ગમે ત્યાં એને જે-જે મળ્યું, તેને તે ગર્વ કરતે જ રહ્યો છે. માત્ર માનવ કે દેવ જ અહમ કરે છે એવું નથી. પશુ અને પક્ષીઓ પણ મળેલી શક્તિઓનું અભિમાન કરતા જ હોય છે. જીવને આ અનાદિને અભ્યાસ છે અને એ જ કરતું આવ્યું છે. બહુ જ વિચાર માંગી લે છે આ ચીજ. સ્થૂલ દષ્ટિથી વિચાર કરીએ તે અહમૂ કરતે જીવ શેને અહમ કરે છે? ભૌતિક ક્ષેત્રે સત્તા, સંપત્તિ કે શક્તિ મળી હોય તેનું અભિમાન કરે. ધર્મના ક્ષેત્રે વળે તે, ધર્મના કિયા-આચાર કરતાં શીખે હોય તેનું અભિમાન કરે, શાસ્ત્રનું થોડું-ઘણું જ્ઞાન મેળવી લે તો તેનું અભિમાન કરે. આમ ભૌતિક ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે, હું કંઈક છું અને મને કંઈક મળ્યું છે, વળી હું કાંઈક મેળવી શકો છું એ મારા બુદ્ધિબળથી અને પુન્યાઈથી મેં મેળવ્યું છે, આવું અભિમાન જીવ કર્યા કરતા હોય છે. પણ આ બધી ચીજો અનેકવાર મેળવ્યા પછી પણ જીવને ઉદ્ધાર થયે નહીં. કેવળ ભૌતિક ક્ષેત્રે જ નહીં પણ ધર્મના ક્ષેત્રમાં પણ અનેક