________________ 104 હું આત્મા છું ખુશ થાઓ છે. અહોહો ! કેટલું આગળ વધ્યું? કેલ્કયુલેટર! કેપ્યુ. ટર ! ચાંપ દાબે ને હિસાબ તૈયાર ! યાદ રાખવાની માથાકૂટ નહીં. કેપ્યુટરમાં ભરી દે, ચાંપ દાબ, ફરી યાદ ! આ જોઈને કુલાઓ છે! અહો ! આપણું બાપ-દાદા પાસે આવું કંઈ ન હતું અને આપણું પાસે કેટલું બધું છે, પણ કદી વિચાર કર્યો છે? તમારા મગજને ડલ કરી નાખ્યાં આ સાધનેએ! મગજની શક્તિ તે જેમ કસો તેમ તીણ રહે, નહીં તે જડ જેવી થઈ જાય. નથી લાગતું તમને કે આવા સાધને માનવની શક્તિને રહેંસી નાખે છે? આપણા વડીલે જે હિસાબે મેઢેથી કહેતા હતા તેવા હિસાબ કરવા આજના કેમર્સના વિદ્યાર્થીને કાગળ પેન લેવાં પડે છે. તેને પૂછો ! પચીશને પચશે ગુણતાં કેટલા થાય ? તે એ નહીં કહી શકે ! પણ જુના લેકને ગમે તે હિસાબ પૂછો, કેપ્યુટર કરતાં પણ જલદી કહેશે. કારણ તેઓ શીખ્યા હતા કે જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર ! આજે આપણે નથી કહી શકતા તેનું કારણ આપણું મગજ ડલ થઈ ગયાં. જેટલા વધુ આવિષ્કાર થયા, એણે માનવની શક્તિને તેડી નાખી, શક્તિને ધ્વસ કરી નાખે! નહીં તે ઓછી શક્તિ છે આપણામાં ? આપણને શેનીયે જરૂર ના પડે. આપણું શક્તિ અને પ્રતિભાથી આખા યે વિશ્વને જાણી લઈએ એવી તાકાત આપણામાં પડી છે. હા, તે અહીં કહેવાનું એ હતું કે વૈજ્ઞાનિક સાધને આપણને મળ્યાં એને ગર્વ કરીએ છીએ. પણ પિતા માટે, આત્મા માટે આપણે શાની ધ કરી? જડ જગતની શોધના વિષયમાં ઊંડો રસ ધરાવનાર, કદી કોઈ સંત પાસે જઇને પ્રશ્ન પૂછે છે કે ભગવંત! મારે મારા ચૈતન્યને પામવા શાની શોધ કરવી? પણ બંધુઓ ! આ પ્રશ્ન ક્યારે થાય ? આત્મા માટે પણ કંઈક શોધ જરૂરી છે તેની મહત્તા હૈયે વસી હોય તે જ. જેને આત્માર્થ સાધવે છે, જેને હવે આ ભવથી ભય જાગે છે, સંસારનું પરિભ્રમણ જેને અકળાવનારું લાગે છે તે જ, આત્મા માટે કંઈક શોધવા જાય છે.