________________ આત્માથી જન એહ હોવા છતાં પણ ધર્મ–આચાર પ્રત્યેને ઘેર ઉપેક્ષા ભાવ એને કંઈ કરવા અને બીજી દૃષ્ટિએ પ્રમાદ તે આત્મ-વિસ્મૃતિ, બહુ જ નાની છતાં માર્મિક વ્યાખ્યા છે. જેટલી ક્ષણે આપણે આપણા આત્માને ભૂલી જઈએ, એટલી ક્ષણોને પ્રમાદ! કેટલી ક્ષણ ભૂલી જાય છે. આત્માને? અરે ! યાદ જ નથી આવતે આત્મા ! ભૂલવાની તે વાત જ કયાં? “હું આત્મા છું એની ખબર જ નથી. એટલે નિરંતર આત્માને ભૂલેલી દશામાં જ છીએ આત્મ-વિસ્મૃતિની દિશામાં જ જીવીએ છીએ. તેથી ઘેર પ્રમાદી છીએ, શરીરથી કે મગજથી સખત મહેનત કરતા હે, પણ આત્મલક્ષ્ય પૂર્વક ન જવાતું હોય તે એ બધા પ્રમાદ જ છે. આવા પ્રમાદને દૂર કરવા ચરણકરણાગને સ્વાધ્યાય કરવા શ્રીમદ્જી ફરમાવે છે. એમાં બતાવેલ વ્રત, ક્રિયા, અનુષ્કાને, બાહ્ય ચારિત્રના ભા. તથા આંતરચારિત્ર્યને પ્રગટ કરવાની રીતને સમજી વિચારી આચરણમાં લાવીશું તે અપ્રમાદ દશા પ્રગટ થશે. આપણી પરંપરામાં બતાવેલ પર્વતિથિઓનું; એટલે કે બીજ, પાંચમ આઠમ, અગ્યારશ, અને પાખી; પણ એ માટે જ આચાર્યોએ નિર્માણ કર્યું છે. તે દિવસે પણ વ્રત–પ્રત્યાખ્યાન કરવાના ભાવે જીવને જાગે અને જે આચરે તો વિરતિ ભાવમાં આગળ વધતે જીવ સર્વાશે અપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરી શકે. ગુણસ્થાનના કમામાં પાંચમું-છઠું ગુણસ્થાન વિરતિ ભાવનું છે. અને તે પછી સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવનું છે. જ્યાં સુધી સર્વથા વિરતિ, ભાવ ન જાગે ત્યાં સુધી સર્વથા અપ્રમાદ દશા આવતી નથી. તેથી જીવને વ્રત-પ્રત્યાખ્યાન અતિ આવશ્યક છે. જેઓ વ્રત-પ્રત્યાખ્યાનને નિષેધ કરે છે તેણે સમજી લેવું ઘટે કે જ્યાં સુધી વૃત્તિને તેડવા રૂપ વિરતિ ભાવ નહી જાગે-વિરતિ ભાવ નહીં લેવાય ત્યાં સુધી જીવ આત્મિક વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. માટે ગૃહસ્થ સાધક હેય કે સંયમી,