________________ 71 પ્રાપ્તિ તણાં નિદાન વિષય જન્ય સુખ મેળવવા જતાં આત્મિક સુખ નષ્ટ થાય છે અને તેથી જ જીવ ક્ષણ ક્ષણ ભાવ મરણે મરતા રહે છે. ગઈ કાલે આપણે દ્રવ્ય મરણ વિષે વિચાર કર્યો. આજે ભાવ મરણ વિષે વિચારીશું. ભાવ મરણ શું છે. ? મરણ શબ્દ કાન પર પડતાં જ જીવ - કાયાનું જુદા થવુ તેમ આપણે સમજતા હોઈએ છીએ. પણ એ તે થયું દ્રવ્ય મણ એ સિવાય મરણની વ્યાખ્યા આત્મા સાથે ઘટી શકે છે. તે શું? દ્રવ્ય મરણમાં જેના કારણે દેહ સક્રિય હતા તે ચાલ્યા જતાં દેહ નિષ્ક્રિય થઈ જાય છે. તેના સર્વ બાહ્ય સાધને એટલે કે ઈદ્રિય અને મન જે ચેતનવંતાં દેખાતાં હતાં તે જડ થઈ જાય છે. આત્મારહિત શબમાં પણ એ જ ઈદ્રિયે અને એ જ અંગોપાંગ હોવા છતાં પણ સર્વ નકામા બની જાય છે. કોઈ વ્યક્તિનું મરણ થયું છે તે માત્ર આપણે તે નિષ્ક્રિય બનેલા શરીરથી જ જાણી શકીએ છીએ. દેહ અને આત્માનું અલગ - અલગ થઈ જવું તે દ્રવ્ય મરણ એ જાણતા હોવા છતાં પણ ચા જતે આત્મા આપણે જે નથી. છતાં તે દેહમાં નથી રહ્યો એમ ચોક્કસપણે માનીએ છીએ. બંધુઓ ! આપણી આ સમજણને આત્મભાવને સમજવાના કામે લગાડીએ. આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, વીર્ય, ક્ષમા, સરલતા, શાંતિ, સમતા આદિ આદિ અનેક ગુણો પિતા - પિતામાં સક્રિય છે. આ ગુણોનું પ્રાગટય જેટલું વધારે એટલી તેની સક્રિયતા પણ વધારે. મહાપુરુષોમાં ગુણોની સક્રિયતા આપણે જોતા હોઈએ છીએ. સમતા, ક્ષમા, સહિષ્ણુતા આદિ ગુણે તેમની સાધક દશાના વિકાસ સાથે જ વધુ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થાય છે, તે સાધનાના ફળ સ્વરૂપે જ્ઞાન, દર્શનાદિની પૂર્ણતા જોવાય છે. સર્વ જી આ બધા જ ગુણના ધારક છે. પણ મહાપુરુષમાં દેખાતી ગુણની સક્રિયતા આપણામાં જોવા મળતી નથી આપણું એ ગુણોમાં સર્વથા નિષ્ક્રિયતા જ હોય તે જ અનુભવ આપણને આજ સુધી રહ્યા કર્યો છે. માનવદેહે સાધના કરી સિદ્ધિ પામી જનારા સિદ્ધ આત્માઓમાં અને આપણામાં વાસ્તવિક્તામાં કશું જ અંતર ન હોવા છતાં, એ જ માન