________________ અટકે ત્યાગ વિરાગમાં કઠીન આરાધના કરવી પડી. કેટલી સહિષ્ણુતા ! કેટલી ક્ષમતા ! કેટલી ક્ષમા ! એમનામાં આ બધું હતું ત્યારે જ આટલે પુરુષાર્થ કરી કેવળજ્ઞાન સુધી પહોંચ્યા ! વિચારે ! તે આપણે કેટલા પુરુષાર્થની, કેટલી સહિષ્ણુતાની, અને કેટલી સમતાની જરૂર છે? તે બંધુઓ ! આપણને તે આ અંતરમાં કાંઈ જ નથી થતું ! અનુભવ થાય છે કાંઈ આત્માને ? અરે ! હૃદયની ધડકનને પણ અનુભવ નથી થતું. સ્ટેથોસ્કેપ લગાવવું પડે છે. ત્યારે જ ખબર પડે છે કે આ હૃદય ધડકે છે. હાડ-માંસના બનેલા આ શરીરના સ્પંદનની ખબર નથી પડતી તે ચેતનાના સ્પંદનની ખબર કેવી રીતે પડશે ? ચેતનાના સ્પંદનને પામવા માટે સતત નિરંતર પુરુષાર્થ થ જોઈએ. આ પુરુષાર્થ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવશે અને કેવળજ્ઞાન સુધી લઈ જશે. અંતિમ સ્થિતિ માટે જે આરાધનાની જરૂર છે તે આત્મજ્ઞાનથી શરૂ થાય છે અને કેવળજ્ઞાનમાં તેની પરિપૂર્ણતા થાય છે. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થથી લઈને કેવળજ્ઞાનને પામવા માટેની આરાધનાને માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યું છે. હવે આગળ, આપણા માટે શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે.