________________ અટકે ત્યાગ વિરાગમાં 83 વધારવામાં પિતાનું ગૌરવ સમજે છે. પણ જ્યાં વૈરાગ્ય જાગ્યું કે માયામમતા ગાયબ. એ પછી વૈરાગ્યે જે સર્વથી મોટો પ્રહાર કર્યો તે “સુખ દુઃખ દોને ભાઈ.” “ન સૌખ્ય ન દખ્ય સુખ કે દુઃખ આત્માને સ્પેશી શકે નહીં. અનુકુળ નિમિત્તજન્ય સુખથી આવો આપણે આત્મા ન હર્ષ અનુભવે અને પ્રતિકુળ પરિસ્થિતિ રૂ૫ દુઃખથી ન તે ખેદ અનુભવે. એ છે કે હોય? સ્થિતપ્રજ્ઞ ભગવત ગીતામાં કહ્યું दुखेष्वनुद्विग्नमनाः सुखेषु विगत स्पृह / वीतराग भय क्रोधः स्थिति धीर्मुनिरुच्यते // ગમે તેવા દુઃખમાં જેનું મન ઉદ્વિગ્ન નથી થતું, સુખમાં જેને સ્પૃહા નથી, તથા જેણે રાગ, ભય અને કેધને જીતી લીધા છે તેવી સ્થિર બુદ્ધિવાળાને મુનિ કહેવાય છે. સુખ-દુઃખ ક્યારે ન સતાવે ? જ્યારે આત્મ સ્થિરતા આવી હોય ત્યારે ! આત્મામાંથી આનંદ મેળવવાની ચાવી જેના હાથમાં આવી છે તેને સુખ માટે બહારનાં નિમિત્તો શોધવા જવાં પડતાં નથી. સામાન્ય રીતે માનવ સુખના નિમિત્તે સુખી અને દુઃખના નિમિત્તે દુઃખી થત હોય છે. જે આપણે સહુને અનુભવ છે. પણ એથી ઉપર ઊઠીને પિતામાંથી જ પિતાનું સુખ શોધી લેનારા વીરલા જીવ પણ આ જગતમાં પડયા છે. તમે કહેશે મહાસતીજી ! બહુ ઊંડી ઊંડી વાત કરે છે. પણ ભાઈ ! ઊંડી વાત કર્યા વગર ઊંચાઈએ પહોંચાતું નથી. સામાન્ય વાતે તે ઘણું સાંભળી, હવે આ આત્માનું ઉત્થાન કરવું છે. તે ઊંડી વાતે જ નહીં પણ અંતરતમને ઊંચે અને ઊંડે પુરુષાર્થ પણ કરી લઈએ. બાહ્ય સુખ અને દુઃખનાં નિમિત્તે આપણને અકળાવી ન મૂકે માટે આપણે અંદરથી પુરુષાર્થ કરે પડશે. હું ઘણું યે વાર તમને કહું છું કે બંધુઓ ! આ બધું કરવા માટે અંદરને પુરુષાર્થ જોઈએ. નિમિત્તો તે આવતાં જ રહેશે. પણ નિર્ણય કરે કે નિમિત્તો આવે તેમાં મારે ભળવું