________________ અટકે ત્યાગ વિરાગમાં 77 મહારાષ્ટ્રમાં કેલ્હાપુરની બાજુમાં કુંજગિરી નામનું એક તીર્થ છે. ત્યાં એક દિગંબર મુનિ રહે છે. તેઓના જીવનમાં સહજ રૂપે કષાયની મંદતા દેખાય. અમે તેમના સત્સંગમાં રહ્યાં છીએ. ત્યાં દિગંબર શાસ્ત્રોને સ્વાધ્યાય, પણ કર્યો છે. એકવાર અમે તેને પૂછ્યું : મુનિશ્રી ! આપને કદી ક્રોધ નથી આવતે ?" “સાધ્વીજી! કોધ એટલે શું ? મને એની ખબર જ નથી.” સહાસ્ય તેઓશ્રીએ ઉત્તર આપે. એમની સાથે રહેનારાઓએ આ ૯૬-૯૭વર્ષના સંતને કરીને ગુસ્સે થતા જોયા નથી. આવા ઉપશાંત કષાયી. છે આ મુનિજી ! આ તેમના પૂર્વભવમાં કરેલી સાધનાનું ફળ છે. પણ આપણે કઈ દશા છે? આપણી અંદર રમી રહેલી દુષ્ટ વૃત્તિઓ, વિકારે શાંત થતા નથી, પણ હમેશાં ઉછળતા જ રહે છે. કારણ પ્રથમ, તે એ વૃત્તિઓ આપણા માટે અહિતકર છે, તેનું ભાન જ નથી. તે ખૂચે ક્યાંથી? અને ખૂચે નહીં તે તેને કાઢવાની વાત જ ક્યાં ? એટલે જ પૂર્વે પુરુષાર્થ થયું નથી. જે પુરુષાર્થ થયા હતા તે આપણામાં પણ એવી સહજ દશા હેત. પણ હવે તેને અફસોસ કર્યા વગર, અત્યારે વૃત્તિઓ પર સંયમ કેળવવાનો પ્રયાસ કરી લઈએ. એ સંયમ સહજ દશાને ઉત્પન્ન કરે છે. અત્યારે પુરુષાર્થ દ્વારા જેના પર વિજય મેળવવાનો રહે છે તે ભવિષ્યમાં ચિત્ત દશા રૂપ બની જશે. આમ ત્યાગ-વૈરાગ્યમય ચિત્ત દશા જ જીવને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે અને સર્વ વિષયેની આસક્તિ તૂટતી જાય છે. પણ જેનું લક્ષ્ય. આત્મજ્ઞાન તરફ નથી તેને આસક્તિ જાગે કે તેમાં એ લેભાઈ જાય છે. જાગૃતિ રહેતી નથી, પણ લપસી પડાય છે. આસક્તિથી છૂટવા માટે, માત્ર જાગૃતિ જ નહીં, સાવધાની જ નહીં, પણ પળે પળની સંયમ સાથેની સાવધાની અનિવાર્ય છે. રામાયણના એક પ્રસંગ વિષે વિચારીએ. રામ અને સીતા વનમાં છે.. સાથે લક્ષમણ પણ છે. રામની રક્ષા કરવાનું વ્રત લક્ષ્મણે ધારણ કર્યું છે.