________________ 178 હું આત્મા છું જંગલમાં ઝૂંપડી છે. રાત પડે રામ અને સીતા કુટિરમાં સૂતા હોય અને લક્ષમણ પૂર્ણ જાગૃત દશામાં બહાર પહેરે ભરે છે. સંપૂર્ણ નિદ્રા-ત્યાગનું વ્રત છે. એક રાતે રાવણની બહેન શૂપર્ણખા સુંદર યુવતિના રૂપે, સળે શણગાર સજી લક્ષ્મણ સામે આવે છે. લક્ષમણની યુવાની, શરીર સૌષ્ઠવ અને અપ્રતિમ સૌંદર્ય જોઈ શૂપર્ણખા લમણમાં મેહિત થાય છે. વનના એકાંતમાં એકલા સુંદર પુરૂષને લલચાવવા એ અઘટિત માગ એની સામે પણ લક્ષ્મણજી પૂર્ણ જાગૃત હતા. સંયમ અને બ્રહ્મચર્યની અદ્ભુત તાકાત તેમનામાં હતી. કેઈનાથી ચલિત થાય તેવા કાચા મનના ન હતા. તેથી તેઓ શૂપર્ણખાની લલચાવે તેવી સુંદરતા અને માગણીમાં ન લેભાયા. વિચારે તે ખરા બંધુઓ ! લક્ષ્મણ જે યુવાન વીર, સામે સૌંદર્ય અને સર્વે અનુકુળ પરિસ્થિતિ, છતાં તેમાં કેમ ન લેભાણે? આ લેભ જાગ, આકર્ષણ થવું તે માટીના માનવ માટે સહજ છે. પણ આ તે લક્ષમણ હતા. તેને શૂપર્ણખાએ કહ્યું? મને પત્ની તરીકે સ્વીકારે. ત્યારે લક્ષ્મણે કહ્યું : હું વિવાહિત છું. મારી પત્ની અયોધ્યામાં છે. હું તને ન સ્વીકારી શકું.” શું તેમને ઈચ્છા હતી ને ના પાડી? નહીં, મનમાં એક ખૂણામાં પણ ઈચ્છા જાગી નથી. તેણે તે તેને રામ પાસે મેકલી. અને રામે પણ તેને ધૂત્કારી કાઢી. તે ફરી લક્ષ્મણ પાસે આવી. તેની વાસનાએ તેને મર્યાદા અને ભાન ભૂલાવી દીધું. અને જ્યારે લક્ષ્મણે બીજી વાર પણ ઈન્કાર કરી દીધું ત્યારે તે નાગણની જેમ વીફરી અને અંતે લક્ષ્મણે તેના નાક-કાન કાપી તેને કાઢી મૂકી. આ પ્રસંગને આપણે અંતરદશા સાથે મૂલવીએ. લક્ષ્મણ નામમાં બે શબ્દ છે. લક્ષ અને મન! મનનું લક્ષ લેવું જોઈએ સતત જાગૃતિ-તે રામ એટલે કે આત્માની ચોકી કરવામાં ! તેના માટે માત્ર જાગૃતિ ન ચાલે ! સંયમનાં હથિયાર આસક્તિને છેદવા માટે જોઈએ! એ જેના પાસે ન હોય તેના માટે શ્રીમદ્જી કહે છે - ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન”