________________ 80 હું આત્મા છું આગળ કશું જ કરવાની જરૂર નથી, આવું જે સમજી બેસે “તે ભૂલે નિજ ભાન. તે પિતાને જ પિતાનું ભાન ન રહે. માણસને પિતાને જ પિતાનું ભાન ન રહે તે કેવું કહેવાય ? અરે! વ્યવહારમાં પણ કઈ કાર્યમાં કંઈક ઉણપ દેખાય તે એ કરનારને આપણે એવા જ શબ્દોથી નવાજીએ છીએ કે “સાવ ભાન વગરને છે “કંઈ ભાન છે કે નહીં? આ તે પોતાના ભાનની વાત છે. શા માટે નિજ ભાન ભૂલ્યા અને ત્યાગ-વૈરાગ્યમાં જ અટકી ગયે ? વૈરાગ્ય આવે તેને અટકવાનું ન હાયએને તે આગળ વધવાનું હોય છે. મહાગી આનંદઘનજી મહારાજે એક રૂપક દ્વારા બતાવેલ છે અવધ વૈરાગ્ય બેટા જાયા.. વાને જ કુટુંબ સબ ખાયા...અવધુ જીને માયા-મમતા ખાઈ સુખ દુખ દેનાં ભાઈ... કામ કીધ દેન કે ખાઈ ખાઈ તૃણુ માઈ..અવધુ. એક એવી માન્યતા છે કે જે બાળક મૂળ નક્ષત્રમાં જન્મે તે આખા પરિવારને નાશ કરી નાખે. અત્યારના યુગમાં તે આ માન્યતા બહુ રહી નથી. પણ એક જમાને એ હતું કે મૂળ નક્ષત્રમાં જન્મેલા બાળકને મા-બાપ ત્યાગ કરી દેતાં. એવું કહેવામાં આવે છે કે “રામચરિત માનસ ના કર્તા -સ્વામી તુલસીદાસજીને આ કારણે જ તેમના માતા-પિતાએ ત્યાગ કરી દીધા હતા. અહી આ પદમાં આનંદઘનજી મહારાજ પણ આવા જ બેટાને વૈરાગ્યનું નામ આપીને, આંતર-સંસારના પરિવારને નાશ કેમ થાય તે બતાવવા માગે છે. તેઓ કહે છે વાને જ કુટુંબ સબ ખાયા " વૈરાગ્યે આખા ને આખા કુટુંબને શોધી–શોધીને નાશ કર્યો. અર્થાત