________________ 75 અટકે ત્યાગ વિરાગમાં છે તેના જીવનમાં એ બને અત્યંત જરૂરી છે. આમ કહી શ્રીમદ્જી શુષ્કજ્ઞાની જીવને ચીમકી આપે છે કે માત્ર જ્ઞાનની કેરી વાત કર્યાથી કે શાસ્ત્રોની ચર્ચા કર્યાથી જ્ઞાની થઈ જવાતું નથી. પણ જ્ઞાન સાથે ત્યાગવૈરાગ્યનું પણ એટલું જ માહાત્મ્ય છે. સાથે સાથે જડ ક્રિયાવાદીઓને પણ ચેતવણું આપે છે કે ત્યાગ-વૈરાગ્ય જ સર્વસ્વ નથી. માત્ર ત્યાગી કે વૈરાગી થઈ જવાથી આત્મ-સાધના નહીં થાય. પણ યથાર્થ ત્યાગ-વૈરાગ્ય અને તે પણ આત્મલક્ષ્યપૂર્વકનાં હેવી જ જોઈએ. વૈરાગ્ય શું છે તે આપણે વિચારી ગયા. હવે તેની સાથે ત્યાગ વિષે પણ વિચારીએ. ત્યાગ એ શું છે? બહુધા બાહ્ય પદાર્થોના સતત સંપર્કના કારણે આપણે એ પદાર્થોના ત્યાગને, ત્યાગ માની લેતા હોઈએ છીએ, પણ ત્યાં આપણે ભૂલીએ છીએ. આ ભ્રમણામાંથી આપણને બહાર કાઢવા માટે આ ગાથામાં શ્રીમજી એક બહુ જ ગ્ય શબ્દને પ્રવેશ કરે છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય તે માત્ર પદાર્થો પ્રતિ જ નહીં પણ અંતરંગ દશા જ ત્યાગમય હોય. ચિત્ત-દશામાં ત્યાગ ઉતરી જાય. આપણા આત્મામાં વહેતી સ્વાભાવિક અને વૈભાવિક પરિણામધારામાં જેમ અનેક પ્રકારની વૃત્તિઓ દેખા દે છે તેમ ત્યાગવૃત્તિ પણ નિરંતરની ભાવધારામાં સહજ રૂપે જણાતી રહે. અહીં પ્રશ્ન એ છે કે આંતરત્યાગ શાને? આત્મ આરાધનાના માર્ગે ત્યાગને હેતુ સમજી લઈએ તે સ્પષ્ટ રૂપે સમજાશે કે ત્યાગ એટલે પાપને ત્યાગ, પાપ ભાવેને ત્યાગ, વિભાવ પરિણતિને ત્યાગ. બાહ્ય ત્યાગનાં અનેક નિમિત્ત મળે અને તે થઈ પણ જાય. પણ આંતર–ત્યાગનું મહત્ત્વ મનમાં વસ્યું ન હોય તેને આંતરત્યાગ થાય નહીં. જેને એ મહત્વ સમજાયું છે તેને પળ-પળે એ સાવધાની હોય કે ત્યાગ નહીં થાય તે ભેગભાવ તે અંદરમાં પડયે જ છે. અને તે મારા