________________ પ્રાપ્તિ તણું નિદાન આત્માને અંતરાત્મા સુધી લઈ જવાના સોપાન રૂપ બને, જે પાન શ્રેણું તેના અંતિમ ચરણમાં મોક્ષ મંઝિલ સુધી પહોંચાડે. ત્યાગ- વૈરાગ્યરૂપ સાધનની યથાર્થતા એટલે શું? તે પ્રથમ તે એ કે આ જીવને ભેગને જેટલે પરિચય છે એટલે ત્યાગને નથી. ત્યાગ કરતાં તે એ શીખ્યા જ નથી અને ભેગ એને શીખવું પડતું નથી. વિચાર ! બંધુઓ ! આ જીવે કયાંય પણ ભેગને છોડયા છે ? તે ગમે ત્યાં ગયે, નાની-મોટી ગમે તે યોનિઓમાં જપે પણ અનાદિકાળથી ભેગોની સાથે જ ભ્રમણ કરતે રહ્યો. એકેન્દ્રિયપણું પામે તો ય નિરંતર એને ભેગ ચાલુ જ છે. એ દૃષ્ટિથી તમે વૃક્ષોને જોયાં છે? વૃક્ષોની વૃદ્ધિ અને એની અંદર ચાલતી પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. ઝીણી નજરે જે જોશો તો ખ્યાલ આવશે કે એક ક્ષણ પણ તેને વિકાસ અટકતું નથી. કેઈવાર પાનખર ઋતુમાં કેઈ એક વૃક્ષનાં બધાં જ પાંદડાં ખરી પડ્યાં હય, વૃક્ષ તદ્દન ઠંડું થઈ ગયું હોય, પણ પછી તેને સવાર-સાંજ રોજ જોશે તે બહુ જ ઝીણું ઝીણું કૂંપળો તરત જ ફૂટતી દેખાશે. અને એ કૂપળે કયારે નાનાં નાનાં પાંદડાંઓમાં વદ્ધિ પામી જશે તેની ખબર પણ નહીં પડે. આ વૃદ્ધિ આટલી જલ્દી કેમ થાય છે ? વૃક્ષમાં રહેલા જીવમાં આહાર-સંજ્ઞા પડેલી છે. એ સંજ્ઞાના કારણે, એ જીવ જમીનમાંથી જેટલું સત્વ ખેંચાય એટલું નિરંતર ખેંચ્યા કરે છે. માત્ર જમીનમાંથી જ નહીં, બહારના વાતાવરણમાંથી, હવામાંથી, પ્રકાશમાંથી એને જે કંઈ ભોગ જોઈએ છે એ બધા જ વિષયને ખેંચતે રહે છે. એટલે જ એ વૃક્ષને વિકાસ થાય છે. એટલું જ નહીં પણ અમેરિકામાં એક એવા પ્રકારનાં વૃક્ષે થાય છે કે જે ભૂલેચૂકે કઈ માનવ કે પશુ તેની પાસે વિશ્રામ કરવા આવે તો તેઓને જીવતા ને જીવતા ચૂસી લે ! તે કેવી પ્રચંડ હશે તેની આહાર સંજ્ઞા ? આમ એકેન્દ્રિયમાં રહેલા એ જીવન ભોગ પણ નિરંતર ચાલુ જ છે. આહાર સંજ્ઞા એ પણ એક ભેગ જ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ બધી જ સંજ્ઞાઓ સર્વ જેમાં હોય છે. અને તેના ભેગમાં, તેના પિષણમાં નિરંતર જે પ્રયત્નશીલ પણ