________________ જે સહ આતમજ્ઞાન 61. સુખની વ્યાખ્યા શું છે તમારી? જેની પાસે બહારનાં સુખ-સાધન, સગવડતાઓ છે એ સુખી. લેકે કહેતા હોય છે કે ફલાણું ભાઈ બહુ સુખી છે. કેમ સુખી છે? એમ પૂછીએ તે કહે, તેમની પાસે બધું છે. લાડી, ગાડી, વાડી. આ બધું જ છે તેથી તેઓ સુખી છે. બાહ્ય સુખ છે, બાહ્ય સુખ પ્રાપ્તિની કામના, એ જ મૂચ્છ છે, બેભાનતા છે. અને તે સુખને મેળવવાના પ્રયત્નથી આ મૂર્છા વધુ ગાઢ થતી જાય છે. જેના કારણે અંદરથી ઉછળતી રાગ-દ્વેષ રૂ૫ વિભાવ પરિણતિ ઘોર કર્મબંધનની પરંપરા સજે છે. અને તેના કારણે આત્મામાં રહેલ સુખ, વધુને વધુ દબાતું જાય છે. આત્મિક સુખની અનુભૂતિ ભારે કમી જીવ કરી શકો. નથી. માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. બાહ્ય સુખ લેવા જતાં આંતર સુખને નાશ થાય છે. કારણ જેમાં સુખ નથી. તેમાં જ મેળવવાના ફાંફાં મારે છે. આ જ મોટી મૂર્ખતા છે. અને મૂર્ખ પ્રયત્નોથી વાસ્તવિકતા દૂર જ રહે છે. આ વિપરીત પ્રયત્નનું નામ જ મિથ્યાત્વ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી શહે” આ પંક્તિ ખૂબ જ સમજવા જેવી છે. ભાવ-મરણ એ શું? અને દ્રવ્ય મરણ એ શું? દ્રવ્ય મરણ તે આપણે જાણીએ છીએ. નાના–મેટા દરેક પ્રાણુંઓને મરતાં આપણે જેમાં છે. શરીરમાંથી આત્માનું નીકળી જવું તે દ્રવ્ય મરણ. એ કેણ નથી જાણતું? પણ દ્રવ્ય મરણને જોઈ આપણને કદી ભાવ-મરણ માટેની વિચારણ જાગૃત થઈ ખરી? બંધુઓ ! સિદ્ધિ કેણ પામી શકે છે? જેનામાં સહેજ મેગ્યતા આવા પ્રકારની હોય તે જ પિતાની યોગ્યતાના કારણે જ્યારે જ્યારે આવાં નિમિત્તો આવે ત્યારે એ જીવ પોતામાં ઉતરી જાય છે. આવા નિમિત્તો. એને અંતર્મુખી બનાવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરનાર શ્રીમદ્ રાજચંદ્રજી ત્યારે સાત વર્ષની ઉંમરના હતા અને તેમના ગામ વવાણિયામાં અમીચંદભાઈનામના એક ગૃહસ્થનું મરણ થયું. આ નાનકડા રાયચંદે સાંભળ્યું. વળી મરનાર ભાઈ રાયચંદભાઈ પ્રતિ ઘણું જ વાત્સલ્ય ધરાવતા હતા. “મરવું એ શું?