________________ હું આત્મા છું તેની રાયચંદભાઈને ખબર ન હતી. તેઓ તે તરત પિતાના દાદાજી પંચાણભાઈ પાસે ગયા, અને તેઓને પૂછ્યું : દાદાજી ! અમીચંદભાઈ મરી ગયા ?" દાદા કહે; “હા, બેટા ! તેઓ મરી ગયા.” “દાદાજી! મરી ગયા એટલે શું?” આ પ્રશ્નને જવાબ કેમ આપો? અણસમજુ બાળકને શું સમજાવવું? સર્વસામાન્ય બાળકને સમજાવાય તેમ દાદાજીએ રાયચંદભાઈને કહ્યું : બેટા! હવે તેઓ બોલશે–ચાલશે નહિ. ખાશે–પીશે નહીં, કંઈ જ નહીં કરે.” પણ શા માટે નહીં કરે ? એ તો એવા ને એવા જ છે. પછી શું કામ કંઈ જ નહીં કરે ?" બેટા ! જે મરી જાય તે કંઈ ન કરે.” પણ આનાથી રાયચંદભાઈને સંતોષ ન થયો. એ વિચારે છે એવું શું થઈ ગયું ? હમણાં થોડી વાર પહેલાં બધું જ કરતા હતા અને એટલી વારમાં બેલતા-ચાલતા બંધ થઈ ગયા ! એમ કેમ ? અને પિતાના જ અંતરના પ્રશ્નનું સમાધાન કરવા તેઓ તે મરનાર ભાઈના ઘરે પહોંચી ગયા. જઈને જોયું તે કેટલાક ભાઈઓ તેમને નનામીમાં જોરથી બાંધી રહ્યા હતા. એ જોઈને રાયચંદભાઈના દિલમાં કરુણા જાગી. તેઓ વિચારે છેઃ અરેરે ! આ બધા કેવા છે? શા માટે આમ આમને બાંધે છે? એમને કંઈ થતું નહિ હોય? અને અમીચંદભાઈ પણ કેમ કંઈ બેલતા નથી ? આમ વિચારતાં વિચારતાં તેઓ ઊંડાણમાં ઊતરી ગયા. તેમને થાય છે કે એવું શું થઈ ગયું કે થોડીવાર પહેલાં લેકે જેને જરા પણ પીડા આપવા નહોતા માગતા તેઓ હવે તેને બાંધી રહ્યા છે.? ત્યાં તે લેકએ નનામી ઉપાડી અને ચાલવા માંડ્યા. તે વળી વધુ આશ્ચર્ય થયું કે હવે શું કરશે? ક્યાં લઈ જશે? અને તેઓ સહુની પાછળ ચાલવા લાગ્યા. બે - ચાર વાર મેટેરાઓએ, તેમને પાછા વાળવાને પ્રયાસ કર્યો, પણ લપાતા છુપાતા તેઓ સ્મશાને પહોંચી ગયા. અને ત્યાં લેકેની નજથી બચવા માટે પાસેના જ એક ઝાડ પર ચડી ગયા.