________________ હું આત્મા છું જ્ઞાની પુરુષે આપણને વારંવાર કહે છે કે બહારના જગતમાં જે વ્યક્તિમાં, જે વસ્તુમાં, જ્યાં જ્યાં તારી પ્રીતિ તે જેડી છે તે નાશવંત છે. તે પ્રીતિ શાશ્વત સુખ દેનાર નથી, ત્યાંથી પાછો વળ. અને તારા અંતરમાં ઉતર. તારામાંથી તને ઘણું સુખ પ્રાપ્ત થાય તેમ છે. એના Attraction માં લેભાઈને તું ખેંચાઈશ, એ તરફ વળીશ તે એને તું પામી શકીશ. કારણ તારા અંદરમાં પડેલું તત્ત્વ સ્વાવલંબી છે, અકૃત્રિમ છે, સહજ છે. પણ અંતરનું એક એવું પ્રબળ પ્રભન જાગે તે બહારનું પ્રલેભન છૂટે. નહીં તે ના છૂટે! બાળકને તમે ચેકલેટ આપે તે એ માટી છે. નહીં તે બાળક માટી ના છેડે. બંધુઓ ! બહારનાં સંબંધો, બહારની પ્રીતિઓ આપણે માટે માટી જેવી છે. મહાપુરુષે આપણે આત્માની શક્તિઓને બતાવતાં કહે છે કે સુખ તારામાં છે પણ બાહ્ય સુખ મેળવવા જતાં, તારા અંતરનું સુખ તું ગુમાવી સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહે રાચી રહો” ‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે વિચાર કર્યો છે ક્યારેય આ પંકિતને? બહુ વારે આ ગાતા હશે, બહુ વાર સાંભળતા હશે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે એ કઈ રીતે બને? સુખ પ્રાપ્ત કરતાં તે સુખ મળે, ટળે તે નહીં. તે આમાં આમ કેમ લખ્યું શ્રીમદ્જીએ? કંઈ ભૂલ નથી લાગતી તેઓની? આપણે બાહ્ય દષ્ટિથી જ જેવા ટેવાયેલા છીએ. એટલે આપણને એમ લાગે કે આમાં કંઈક બરાબર નથી. પણ મહાપુરુષ જ્યારે કેઈ પણ વાત આપણી સમક્ષ મૂકે છે ત્યારે બાહ્ય અને આત્યંતર બેય દષ્ટિ એમની સામે હોય છે. એ બે ય દષ્ટિને સામે રાખી આપણને સમજાવે છે. એટલે એ કહે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. પહેલું સુખ તે ભૌતિક સુખ, તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતાં આત્મિક સુખ ટળી જાય છે. કેમ? આમ શા માટે? બહારનાં સુખ મેળવીને શું પ્રાણીઓ સુખી નથી થતા?